બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની કરુણ કહાની, દાહોદના એક જ પરિવારના 5 સભ્યોનાં મોત
Last Updated: 01:13 PM, 19 July 2026
Ahmedabad News: અમદાવાદમાં ગઇકાલે ફટાકડા ફેક્ટરીમાં થયેલ દુર્ઘટનામાં દાહોદના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
અમદાવાદના રામોલ વિસ્તારમાં ગઈકાલે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં જે લોકોએ જીવ ગુમાવ્યો જેમાં દાહોદનો એક પરિવાર પણ સામેલ હતો. સૌથી દુખદ બાબત એ છે કે માતા સહિત પરિવારના 4 બાળકોના પણ મોત થયા છે. જોકે પિતા ગંભીર હાલતમાં હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની કરુણ કહાની | દાહોદના એક જ પરિવારના 5 સભ્યોનાં મોત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 19, 2026
અમદાવાદમાં થયેલા ભીષણ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદ જિલ્લાના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યોનાં કરુણ મોત થયા છે, જ્યારે પરિવારના અન્ય એક… pic.twitter.com/C4mVIndR5s
ADVERTISEMENT
અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બ્લાસ્ટની ઘટનામાં દાહોદના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. 4 બાળક સહિત માતાનું મોત થયુ છે. જ્યારે પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે ફેક્ટરીના સંચાલકો સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલાની તપાસ વધુ તેજ કરી છે.
ADVERTISEMENT
સાદીક સૈયદ સામે ફરિયાદ નોંધાવી
પોલીસે આ કેસમાં મેહુલ ડોડીયા, મેહુલ ડોડીયાની માતા, રમીલા ડોડીયા તેમજ સાદીક સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ તપાસ દરમિયાન જે અન્ય લોકોની સંડોવણી સામે આવશે, તેમને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવશે. તેથી તપાસ આગળ વધતા વધુ લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
FIRમાં જણાવ્યા મુજબ આરોપીઓ કોઈપણ પ્રકારના પાસ અથવા પરમિટ વિના ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવી રહ્યા હતા. આરોપીઓએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જગ્યા ભાડે રાખીને આ ફેક્ટરી શરૂ કરી હતી અને ત્યાં ગેરકાયદે રીતે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીઓ આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને બેદરકારીપૂર્વક આ કારખાનું ચલાવતા હતા, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.
ADVERTISEMENT

દાહોદના એક જ પરિવારના લોકો
ADVERTISEMENT
ચારેય રમીલાબેન ભરતભાઈ પત્ની 35 વર્ષ
રીંકુબેન ભરતભાઈ 7 વર્ષ
શિવાની બેન ભરતભાઈ 5 વર્ષ
રવિનાબેન ભરતભાઈ 4 વર્ષ
નીરવકુમાર ભરતભાઈ 3 વર્ષ
ચારેલ ભરતભાઈ વરસીંગભાઇ - ઈજાગ્રસ્ત હાલમાં સારવાર હેઠળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.