બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp-iPhone યુઝર્સની બલ્લે-બલ્લે! હવેથી કૉલ દરમ્યાન એક ટેપમાં બદલી શકશો Mic Mode

ટેક્નોલોજી / WhatsApp-iPhone યુઝર્સની બલ્લે-બલ્લે! હવેથી કૉલ દરમ્યાન એક ટેપમાં બદલી શકશો Mic Mode

Published By: Jinal Chauhan

Last Updated: 03:47 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone યુઝર્સ માટે WhatsApp એક ઉપયોગી ફીચર લઈને આવ્યું છે. હવે કોલ દરમિયાન માઇક્રોફોન સેટિંગ્સ બદલવા માટે વારંવાર Control Center ખોલવાની જરૂર નહીં પડે.

WhatsAppના નવા અપડેટમાં iPhone યુઝર્સને સીધા કોલ ઇન્ટરફેસમાંથી માઇક મોડ બદલવાની સુવિધા મળશે. આ ફીચરની મદદથી યુઝર્સ Voice Call અને Video Call દરમિયાન એક જ ટૅપમાં અલગ-અલગ ઓડિયો મોડ પસંદ કરી શકશે. ખાસ કરીને અવાજની ગુણવત્તા સુધારવા અને બેકગ્રાઉન્ડ અવાજ ઘટાડવા માટે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

WhatsAppમાં શું આવ્યું નવું ફીચર?

એક અહેવાલ અનુસાર WhatsApp for iOSના નવા વર્ઝનમાં Microphone Mode Shortcut ઉમેરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે સીધા કોલ સ્ક્રીનમાંથી માઇક સેટિંગ્સ એક્સેસ કરી શકશે. અગાઉ આ માટે iPhoneનું Control Center ખોલવું પડતું હતું.

Whatsapp-Web-Down

કોલ દરમિયાન ક્યાં મળશે આ વિકલ્પ?

WhatsApp કોલ દરમિયાન સ્ક્રીનના નીચેના ભાગમાં દેખાતા ત્રણ ડોટ્સના મેનુમાં આ વિકલ્પ ઉપલબ્ધ રહેશે. અહીંથી યુઝર્સ સરળતાથી પોતાની જરૂરિયાત મુજબ માઇક મોડ પસંદ કરી શકશે. આ પ્રક્રિયા દરમિયાન કોલ પણ ચાલુ રહેશે.

ત્રણ અલગ-અલગ માઇક મોડ મળશે

WhatsAppમાં કુલ ત્રણ પ્રકારના માઇક મોડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. Standard Modeમાં કોઈ વધારાની ઓડિયો પ્રોસેસિંગ થતી નથી અને સામાન્ય રીતે અવાજ રેકોર્ડ થાય છે. Voice Isolation Mode સ્પીકરના અવાજને પ્રાથમિકતા આપે છે અને આસપાસનો ઘોંઘાટ ઘટાડે છે. Wide Spectrum Mode સ્પીકર સાથે આસપાસના અવાજને પણ કૅપ્ચર કરે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ 1' લોન્ચ, અવકાશમાં લઇને જશે PM મોદીનો સંદેશ

Voice Isolation મોડ કેમ ખાસ છે?

જો તમે ભીડવાળા સ્થળે અથવા વધુ અવાજવાળા વાતાવરણમાં કોલ કરો છો તો Voice Isolation મોડ ખૂબ ઉપયોગી બની શકે છે. આ મોડ બેકગ્રાઉન્ડ નોઈઝને ઘટાડીને સામેની વ્યક્તિ સુધી તમારો અવાજ વધુ સ્પષ્ટ રીતે પહોંચાડે છે.

કયા iPhoneમાં મળશે આ ફીચર?

આ સુવિધા માત્ર તે iPhone મોડલમાં ઉપલબ્ધ રહેશે જે Microphone Modesને સપોર્ટ કરે છે. iPhone XR, iPhone XS સિરીઝ અને તેના પછીના મોડલમાં આ ફીચર કામ કરશે. સાથે જ ડિવાઇસમાં iOS 15 અથવા તેનાથી નવી ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. WhatsAppનું નવીનતમ વર્ઝન અપડેટ કર્યા બાદ યુઝર્સ ચકાસી શકે છે કે તેમને આ ફીચર મળ્યું છે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Voice Isolation iPhone WhatsApp Feature WhatsApp Microphone Mode

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ