બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર ઈન્ટરનેટ આ રીતે કરો UPI પેમેન્ટ, ફ્લાઈટ-મેટ્રોમાં પણ ચાલશે તમારો ફોન

તમારા કામનું / વગર ઈન્ટરનેટ આ રીતે કરો UPI પેમેન્ટ, ફ્લાઈટ-મેટ્રોમાં પણ ચાલશે તમારો ફોન

Published By: Pravin Joshi

Last Updated: 05:00 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે મોટો ક્રાંતિકારી બદલાવ આવવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એક એવી નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે, જેનાથી ફ્લાઈટ, અંડરગ્રાઉન્ડ મેટ્રો કે ખરાબ નેટવર્કવાળા વિસ્તારોમાં પણ ઈન્ટરનેટ વગર સરળતાથી UPI પેમેન્ટ કરી શકાશે.

ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે UPI એ નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પેમેન્ટ કરવાની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. હવે જો તમારા સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ન હોય અથવા તમે નો-નેટવર્ક ઝોનમાં હોવ, તો પણ UPI થી પેમેન્ટ કરવાનો રસ્તો ખૂલી રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ એક એવી અત્યાધુનિક નવી ટેકનોલોજી પર ઝડપથી કામ કરી રહ્યા છે, જેની મદદથી ગ્રાહકો દુકાનો, ફ્લાઈટ (વિમાન) અને અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો પર ઈન્ટરનેટ વિના પણ સરળતાથી UPI પેમેન્ટ કરી શકશે. જો આ સુવિધા સામાન્ય જનતા માટે શરૂ થશે, તો ખરાબ નેટવર્ક કે ઈન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે પેમેન્ટ ફેલ (Transition Failed) થવાની સમસ્યા કાયમ માટે નાબૂદ થઈ જશે.

UPI-Payment

કેવી રીતે કામ કરશે આ ઓફલાઈન સિસ્ટમ?

મીડિયા અહેવાલો મુજબ, આ નવું ફિચર 'નિયર ફીલ્ડ કમ્યુનિકેશન' (NFC - Near Field Communication) ટેકનોલોજી પર આધારિત હશે. આનો અર્થ એ થાય છે કે ગ્રાહકોએ હવે પેમેન્ટ કરવા માટે કોઈપણ પ્રકારનો QR Code સ્કેન કરવાની જરૂર નહીં પડે. ગ્રાહકે માત્ર પોતાના NFC સપોર્ટેડ સ્માર્ટફોનને વેપારીની POS મશીન પર હળવેથી 'ટેપ' (Tap) કરવાનો રહેશે અને પેમેન્ટ તરત જ થઈ જશે. સૌથી ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન ન તો ગ્રાહકના સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે અને ન તો દુકાનદારના POS મશીનમાં ઈન્ટરનેટ હોવું જરૂરી છે.

upi-payment

એકવારમાં ₹2,000 સુધી કરી શકાશે ચૂકવણી

આ નવી સેવા હેઠળ પ્રારંભિક તબક્કે એકવારમાં મહત્તમ 2,000 રૂપિયા સુધીનું ચૂકવણું (Payment) કરી શકાશે. આનો ઉપયોગ કરવા માટે ગ્રાહકે સૌપ્રથમ જ્યારે તેમના ફોનમાં ઈન્ટરનેટ ચાલુ હોય ત્યારે પોતાના 'UPI Lite' વોલેટમાં પૂરતા નાણાં લોડ કરવાના રહેશે. ત્યારબાદ તે જ વોલેટ બેલેન્સમાંથી ઈન્ટરનેટ વિના પણ ચૂકવણી કરી શકાશે. આ ફિચરમાં એવી સગવડ પણ મળશે કે ગ્રાહકે દરેક વખતે પેમેન્ટ કરતી વખતે UPI PIN એન્ટર કરવાની પણ જરૂર રહેશે નહીં.

upi-scam

ફ્લાઈટ અને મેટ્રો મુસાફરોને સૌથી મોટો ફાયદો

આજે પણ એરપ્લેન કે પ્લેનની મુસાફરી દરમિયાન (ફ્લાઈટમાં) અથવા જમીનની અંદર બનેલા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો પર મોબાઈલ નેટવર્ક મળતું નથી. આવી સ્થિતિમાં ડિજિટલ પેમેન્ટ કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે. NPCI નું આ ખાસ ફિચર મુખ્યત્વે એવા વિસ્તારો માટે જ ડિઝાઈન કરવામાં આવી રહ્યું છે જ્યાં નેટવર્ક બિલકુલ હોતું નથી. એટલે કે આગામી સમયમાં ફ્લાઈટ દરમિયાન ખાણીપીણીની વસ્તુઓ ખરીદવી હોય કે મેટ્રો સ્ટેશન પર ટિકિટ/કાર્ડ રિચાર્જ કરવું હોય, ઈન્ટરનેટ ન હોવા છતાં UPI વડે ચૂકવણી શક્ય બનશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે માત્ર ગ્રાહકનો ફોન જ નહીં, પરંતુ દુકાનદારોના POS ટર્મિનલ પણ આ સિસ્ટમ માટે પ્રમાણિત (Certified) હોવા જરૂરી છે. રિપોર્ટ્સ મુજબ NPCI ટૂંક સમયમાં જ આવા ટર્મિનલ્સનું સર્ટિફિકેશન શરૂ કરી શકે છે, જેના પછી બેંકો અને UPI એપ આપતી કંપનીઓ પણ પોતાની એપ્લિકેશનમાં આ સુવિધા ઉમેરશે.

આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'

ક્યારે થશે લોન્ચિંગ?

હાલમાં આ સિસ્ટમ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને હજુ સુધી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાઈ નથી. NPCI દ્વારા આ સુવિધાની સત્તાવાર લોન્ચિંગ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. જો કે, અહેવાલો અનુસાર આ ટેકનોલોજી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં તેને તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી શકે છે. આ સુવિધા શરૂ થવાથી યુપીઆઈ વાપરવું પહેલા કરતા પણ વધુ સરળ, સુરક્ષિત અને અનુકૂળ બની જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPIWithoutInternet UPI OfflineUPI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ