બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવે સ્ટેશન જતા પહેલા આ રીતે બુક કરાવો પ્લેટફોર્મ ટિકિટ, નહીંતર ભરવો પડશે દંડ

કામની વાત / રેલવે સ્ટેશન જતા પહેલા આ રીતે બુક કરાવો પ્લેટફોર્મ ટિકિટ, નહીંતર ભરવો પડશે દંડ

Published By: Pravin Joshi

Last Updated: 05:18 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ્વે સ્ટેશન પર સ્વજનોને મૂકવા કે લેવા જતી વખતે પ્લેટફોર્મ ટિકિટ વિના જવું ભારે પડી શકે છે અને 250 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. હવે ટિકિટ બારીની લાંબી લાઈનોમાં ઉભા રહ્યા વિના RailOne App ની મદદથી ઘરે બેઠા જ માત્ર 2 મિનિટમાં ડિજિટલ પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકાય છે.

ભારતીય રેલ્વે તેના કરોડો મુસાફરો અને તેમના સ્વજનોની સુવિધા માટે સતત નવી ડિજિટલ સેવાઓ શરૂ કરી રહ્યું છે. હવે રેલ્વે સ્ટેશન પર કોઈ સ્વજન કે મિત્રને છોડવા અથવા લેવા માટે જતા લોકોએ પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે કલાકો સુધી ટિકિટ કાઉન્ટરની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. રેલ્વેના આધિકારિક RailOne App ની મદદથી હવે કોઈપણ વ્યક્તિ પોતાના સ્માર્ટફોન વડે જ ઘરે બેઠા સીધી પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે.

Railway

RailOne App થી પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

Step 1:

સૌથી પહેલાં પોતાના Android સ્માર્ટફોન કે iPhone માં Google Play Store અથવા Apple App Store માંથી RailOne App ઈન્સ્ટોલ કરો. પોતાના મોબાઈલ નંબરની મદદથી લોગ ઈન કરો. જો તમે નવા યુઝર છો, તો પહેલાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

Step 2:

એપ્લિકેશન ઓપન કરીને હોમ સ્ક્રીન પર દેખાતા Platform Ticket વાળા ઓપ્શન પર ટેપ કરો. ત્યારબાદ તમે જે રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટ લેવા માંગો છો તે સ્ટેશનનું નામ સર્ચ કરીને પસંદ કરો.

Step 3:

તમારે કેટલા લોકો માટે ટિકિટ જોઈએ છે તેની સંખ્યા અને જરૂરી વિગતો ભરો. ત્યારપછી UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ જેવા ઉપલબ્ધ ડિજિટલ ઓપ્શનમાંથી અનુકૂળ વિકલ્પ પસંદ કરીને પેમેન્ટ કરો. પેમેન્ટ સફળ થતાં જ તમારી ડિજિટલ પ્લેટફોર્મ ટિકિટ એપમાં દેખાવા લાગશે. જરૂર પડે ત્યારે તમે તેને ડાઉનલોડ કરી શકો છો અથવા ચેકિંગ દરમિયાન મોબાઈલ સ્ક્રીન પર બતાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

Railway (2)

ઓનલાઈન પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાના મુખ્ય ફાયદા

આ ડિજિટલ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્ટેશન પર પહોંચ્યા પછી ટિકિટ કાઉન્ટર પર લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. માત્ર 2 મિનિટમાં ટિકિટ બુક થઈ જાય છે. સ્ટેશન પહોંચતા પહેલાં જ મોબાઈલમાં ટિકિટ તૈયાર રહેતી હોવાથી સમયની મોટી બચત થાય છે અને ટ્રેન છૂટી જવાનો કે સ્વજન રહી જવાનો ડર રહેતો નથી.

પ્લેટફોર્મ ટિકિટ ન હોય તો કેટલો દંડ થઈ શકે?

રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ ટિકિટ કે મુસાફરી ટિકિટ વિના જવું મોંઘું પડી શકે છે. રેલ્વેના કડક નિયમો અનુસાર, ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા પકડાઈ જવાના કિસ્સામાં 250 રૂપિયા સુધીનો દંડ અને લાગુ પડતી નિયમિત ટિકિટનો ચાર્જ વસૂલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'

RailOne App માં મળતી અન્ય સુવિધાઓ

RailOne App માત્ર પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ સુધી સીમિત નથી. તેમાં રેલ્વે મુસાફરીને લગતી ઘણી બધી ઉપયોગી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમ કે:

  • લાઇવ ટ્રેનની માહિતી અને રનિંગ સ્ટેટસ
  • PNR સ્ટેટસ ચેકિંગ
  • ટ્રેન શિડ્યુલ અને સમયપત્રક
  • મુસાફરી સંબંધિત નવીનતમ અપડેટ્સ અને અન્ય રેલ્વે સેવાઓ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndianRailways PlatformTicket RailOneApp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ