બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓને પોલીસે કસ્ટડીમાંથી કર્યા મુક્ત

નેશનલ / રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓને પોલીસે કસ્ટડીમાંથી કર્યા મુક્ત

Published By: Pravin Joshi

Last Updated: 11:34 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી આવાસ બહાર 3.30 કલાક સુધી ચાલેલા હાઈડ્રામા અને ધરણાં બાદ દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિતના તમામ વિપક્ષી નેતાઓને મુક્ત કરી દીધા છે. સોનિયા ગાંધી પોતે પ્રિયંકા ગાંધીને મળવા મંદિર માર્ગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

વડાપ્રધાન આવાસ બહાર વિદ્યાર્થીઓના મુદ્દે આશરે 3.30 કલાક સુધી ચાલેલા તીવ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં બાદ દિલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા તમામ વિપક્ષી નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને અન્ય નેતાઓને વિરોધ સ્થળેથી ઉઠાવીને દિલ્હી પોલીસે અલગ-અલગ સ્થળે કસ્ટડીમાં રાખ્યા હતા. હવે પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ અને વિપક્ષના તમામ નેતાઓને છોડી દીધા છે. કસ્ટડી દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે પ્રિયંકા ગાંધીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા.

સોનિયા ગાંધી પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે UPA ચેરપર્સન સોનિયા ગાંધી પોતે પ્રિયંકા ગાંધી અને કસ્ટડીમાં લેવાયેલા અન્ય કોંગ્રેસ નેતાઓને મળવા માટે દિલ્હીના મંદિર માર્ગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

અખિલેશ યાદવનો પ્રહાર

મુક્ત થયા બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, સરકારે વિદ્યાર્થીઓની તમામ વાજબી માગણીઓ માની લેવી જોઈએ. સરકારે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે ઘોર અન્યાય કર્યો છે — જે રીતે તેમને રસ્તા પર દોડાવી-દોડાવીને મારવામાં આવ્યા, તેમના માથા ફોડી નાખવામાં આવ્યા અને હાડકાં તોડી નાખવામાં આવ્યા... એટલું જ નહીં, વિદ્યાર્થીનીઓના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા. શું લોકશાહીમાં કોઈ સરકાર પાસેથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન આવા બર્બર વર્તનની અપેક્ષા રાખી શકાય? અમે આ ગંભીર મુદ્દાને સંસદના ગૃહમાં પૂરા જોરથી ઉઠાવીશું.

priyanka-gandhi-2

પ્રિયંકા ગાંધીનો હુમલો

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ સરકારની કાર્યોપદ્ધતિ પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, અમે સંસદમાં ચર્ચા ઈચ્છીએ છીએ પરંતુ ચર્ચા થવા દેવામાં આવતી નથી. લોકસભામાં નેતા વિપક્ષ જો સંસદમાં દેશના મુદ્દે કંઈક કહેવા માંગે તો તેમને બોલવા દેવામાં આવતા નથી. જો અમે શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શનની મંજૂરી માગીએ છીએ તો તે પણ અપાતી નથી. તેથી અમે સીધા ત્યાં જ પહોંચી ગયા, જ્યાં સરકારે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે અમે પહોંચી જઈશું.

આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ આપણા જ બાળકો છે, આપણા દેશનું ભવિષ્ય છે. તેમની વાત સાંભળવામાં સરકારને શું વાંધો છે? જો કોઈ સાચા મુદ્દા પર પ્રદર્શન કરી રહ્યું હોય તો તેમની અવાજ ઉઠાવવી આપણી નૈતિક જવાબદારી બને છે. ગઈકાલે તેમની સાથે જે પણ થયું તે તદ્દન ખોટું હતું. આ ભારતની લોકશાહી છે અને લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEETProtest RahulGandhi PMHouseProtest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ