ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું અવસાન, ઘણા સમયથી લિવરની બીમારીથી પીડિત હતા, કલાકારોએ શોક વ્યક્ત કર્યો

મનોરંજન / જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું અવસાન, ઘણા સમયથી લિવરની બીમારીથી પીડિત હતા, કલાકારોએ શોક વ્યક્ત કર્યો

Published By: Jinal Chauhan

Last Updated: 12:10 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા ફિલ્મ નિર્માતા અને CBFCના પૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાનીનું 4 જૂન, 2026ના રોજ મુંબઈમાં નિધન થયું છે. લાંબા સમયથી લીવર સિરોસિસની બીમારીથી પીડાઈ રહેલા નિહલાનીના અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ADVERTISEMENT

હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC)ના પૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાનીનું 4 જૂન, 2026ના રોજ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લીવર સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.

રિપોર્ટ્સ મુજબ પહેલાજ નિહલાનીએ મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ચાર મહિનાથી સારવાર હેઠળ હતા અને લિવર સિરોસિસની બીમારી સામે લડી રહ્યા હતા. વરિષ્ઠ પત્રકાર વિક્કી લાલવાનીએ સોશિયલ મીડિયા પર તેમના નિધનની માહિતી આપી હતી. માહિતી અનુસાર તેઓ ડૉ. જયંત બર્વેની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા હતા. છેલ્લા 30 દિવસ દરમિયાન તેમની તબિયત સતત નાજુક રહેતાં તેમને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોને આશા હતી કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે, પરંતુ અંતે તેઓ જીવનની જંગ હારી ગયા.

પહેલાજ નિહલાની હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્માતાઓમાં ગણાતા હતા. તેમણે ‘આંખે’, ‘અંદાજ’, ‘તલાશ’, ‘જુલી 2’ અને ‘રંગીલા રાજા’ જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ફિલ્મ નિર્માતા તરીકે તેમની આગવી ઓળખ હતી.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ ડેટિંગ એપ્સ ચલાવનાર મર્દોનો ભરોસો નહીં, ચહલ સાથે અણબનાવ વચ્ચે બોલી RJ મહવશ

તેઓ વર્ષ 2015થી 2017 દરમિયાન CBFCના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અનેક ફિલ્મોના સેન્સર સંબંધિત નિર્ણયો ચર્ચાનો વિષય બન્યા હતા અને તેઓ સતત સમાચારોમાં રહ્યા હતા.

પહેલાજ નિહલાનીના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અનેક કલાકારો, નિર્માતાઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમના નિધનથી ભારતીય ફિલ્મ ઉદ્યોગે એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CBFC Former Chairman Pahlaj Nihalani Passesaway Bollywood Producer

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ