બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / CWG 2026 માં ભારતનો દબદબો: 3 કલાકમાં 3 ગોલ્ડ સહિત 7 મેડલ સાથે મેડલ ટેલીમાં મારી મોટી છલાંગ!
Last Updated: 08:28 PM, 1 August 2026
કોમનવેલ્થ ગેમ્સ 2026 નો 10 મો દિવસ ભારત માટે ગોલ્ડન સાબિત થયો છે. શનિવાર, 1 ઓગસ્ટના રોજ ભારતીય એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના દમ પર દેશને માત્ર 3 કલાકમાં 3 સ્વર્ણ પદક સહિત કુલ 7 મેડલ મળ્યા છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં ઓવરઓલ 8 ગોલ્ડ, 15 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે કુલ 30 મેડલ જીતીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જે શુક્રવાર સુધી 10 મા સ્થાને હતું.
ADVERTISEMENT
𝐒𝐭𝐮𝐟𝐟 𝐨𝐟 𝐝𝐫𝐞𝐚𝐦𝐬.✨
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2026
Jaismine Lamboria's golden journey reaches its perfect finish as she steps onto the top of the podium.👏
Watch the Commonwealth Games Glasgow 2026, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/LpuNRnQabU
ADVERTISEMENT
બોક્સિંગમાં ભારતીય મુક્કાબાજોએ વિરોધીઓને ધૂળ ચાટતી કરી દીધી હતી. માત્ર 15 મિનિટના અંતરમાં ભારતની બે મહિલા બોક્સરોએ સતત બે ગોલ્ડ મેડલ જીત્યા:
પ્રીતિ પવાર: મહિલાઓની 54 કિગ્રા કેટેગરીમાં કેનેડાની સ્કાર્લેટ ડેલગાડોને 5-0 થી હરાવીને દિવસનો પ્રથમ બોક્સિંગ ગોલ્ડ અપાવ્યો.
ADVERTISEMENT
જૈસ્મિન લંબોરિયા: મહિલાઓની 57 કિગ્રા સ્પર્ધામાં નોર્ધર્ન આયર્લેન્ડની મિકેલા વોલ્શને સર્વસંમતિથી (5-0) પરાજય આપીને બોક્સિંગમાં બીજો અને ભારત માટે ઓવરઓલ સાતમો ગોલ્ડ જીત્યો.
જાદૂમણિ: પુરુષોની 55 કિગ્રા ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ઝાઈ ડિક્સન સામે 0-5 થી હારી જતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
ADVERTISEMENT
𝐆𝐨𝐥𝐝𝐞𝐧 𝐠𝐥𝐨𝐫𝐲. 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐩𝐫𝐢𝐝𝐞. 🥇
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2026
Preeti Pawar's triumph is complete as she bags the gold medal and watches the Indian flag fly high at the Commonwealth Games Glasgow 2026! ✨
Watch the Commonwealth Games Glasgow 2026, LIVE & EXCLUSIVE on Sony Sports… pic.twitter.com/tronJ1Q1U6
ADVERTISEMENT
પેરા-એથ્લેટિક્સના શોટ પુટ (F57) ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ ટોચના બંને સ્થાનો પર કબજો જમાવ્યો:
સોમન રાણા: પોતાના બીજા પ્રયાસમાં 13.40 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકીને ભારતને આઠમો ગોલ્ડ મેડલ અપાવ્યો.
ADVERTISEMENT
શુભમ જુયાલ: પોતાના અંતિમ પ્રયાસમાં 13.28 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.
Selva Prabhu Thirumaran's massive 16.52m leap secures the bronze medal in the Men's Triple Jump Final! 🥉🔥
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2026
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026 #GlasgowMeinTiranga… pic.twitter.com/PHKYMEV4MO
પુરુષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ભારતે બે મેડલ મેળવ્યા:
પ્રવીણ ચિત્રાવેલ: 16.58 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો.
સેલ્વા પ્રભુ: 16.52 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
Praveen Chithravel produces a colossal 16.58m jump on his 4th attempt to seal the SILVER MEDAL in the Men's Triple Jump! 🥈
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2026
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/H1izg6ElRL
જુડો: મહિલાઓની 63 કિગ્રા શ્રેણીમાં ઉન્નતિ શર્માએ ન્યુઝીલેન્ડની કોના ક્રિસ્ટીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે હર્ષ તોકસ (81 કિગ્રા), ઇનુનગામ્બી તખેલાબામ (70 કિગ્રા) અને કરણજીત સિંહ માન (90 કિગ્રા) ક્વાર્ટર ફાઇનલ હારી ગયા છે, જોકે તેમની પાસે રેપચેજ દ્વારા બ્રોન્ઝ જીતવાની તક રહેશે.
વધુ વાંચો : 'પહેલા એરપોર્ટના નામ એક જ પરિવાર પર રખાતાં, અમારી સરકારે પરંપરા બદલી- PM મોદી
સાયકલિંગ (સપ્રિન્ટ): ડેવિડ બેકહામ, રોનાલ્ડો સિંહ અને રોહિત સિંહ ટોપ 16 માં જગ્યા બનાવી શક્યા ન હતા અને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.