બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : વરસાદમાં કૌતુક! ઈડરમાં કાર હોડીની જેમ તણાઈને જતી રહી, વીડિયો થયો વાયરલ

સાબરકાંઠામાં સાંબેલાધાર / VIDEO : વરસાદમાં કૌતુક! ઈડરમાં કાર હોડીની જેમ તણાઈને જતી રહી, વીડિયો થયો વાયરલ

Published By: Hiralal Parmar

Last Updated: 08:06 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડરમાં ભર વરસાદમાં એક કૌતુકભરી ઘટના સામે આવી હતી જેમાં ઘર બહાર પાર્ક કરેલી કાર હોડીની જેમ તણાઈ ગઈ હતી.

સાબરકાંઠાના ઈડરમાં વરસાદ આફત બન્યો છે. ભારે વરસાદ બાદ ડેભોલ નદી ગાંડીતૂર બની હતી જેમાં ઘરની બહાર પાર્ક કરેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઈડરના રસ્તાઓ નદી બન્યાં

ભારે વરસાદને પગલે ઈડરના રસ્તાઓ પર પાણી વહેતું થયું હતું. ઈડરમાં ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદથી ડેભોલ નદીમાં મોટો જળપ્રવાહ આવ્યો હતો. નદીના આ પૂરમાં એક કાર તણાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ભારે પૂરને લીધે ઈડર-વલાસણા હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

વધુ વાંચો : જોર તો જુઓ વરસાદનું! ફસાયેલા લોકોને બચાવવા ગયેલી ટીમ ખુદ ફસાઈ, પછી શું બન્યું?

હળવદમાં રેસ્ક્યૂ ટીમ ફસાઈ

મોરબીના હળવદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિ વચ્ચે લોકોને બચાવવા ગયેલી ટીમને ખુદ ફસાવાનો વારો આવ્યો હતો. હળવદના જૂના માલણીયાદમાં ખેતરે ગયા બાદ સતત પાણીની આવક 2 મહિલા સહિત 5 લોકો ફસાયા હતા. ચોંકાવનારુ તો એ બન્યું કે 5 લોકોને બચાવવા ગયેલી ફાયર વિભાગની ટીમ પણ ખુદ ફસાઈ હતી તેમને પણ અટકવું પડ્યું હતું. પાણીને લીધે ફાયર વિભાગની ટીમ આગળ ન વધી શકી નહોતી. ભારે વરસાદથી જૂનું માલણીયાદ ગામ સંપર્કવિહોણું બન્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat monsoon gujarat rain gujarat rain news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ