બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / 2 દિવસમાં 4 ગુજરાતીઓ અમેરિકામાં ઝડપાયા, ગેરકાયદે રહેતા હોવાની શંકા, ઈન્ડિયાના ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા

NRI / 2 દિવસમાં 4 ગુજરાતીઓ અમેરિકામાં ઝડપાયા, ગેરકાયદે રહેતા હોવાની શંકા, ઈન્ડિયાના ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા

Published By: Kalpesh Kandoria

Last Updated: 07:22 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ઇમિગ્રેશન નિયમો વધુ કડક બનતા ગુજરાતીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત્ છે. છેલ્લા બે દિવસમાં વધુ ચાર ગુજરાતીઓની ધરપકડ થતાં તેમને અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ઈન્ડિયાના રાજ્યની ક્લે કાઉન્ટી ડિટેન્શન ફેસિલિટીમાં મોકલી દેવામાં આવ્યા છે. ચારેય સામે ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઝડપાયેલા ગુજરાતીઓમાં સચિન પટેલ (26), આર્યન પટેલ (21), જગદીશ પટેલ (51) અને રવિના પટેલ (25)નો સમાવેશ થાય છે. જેલ રેકોર્ડ અનુસાર સચિન, આર્યન અને જગદીશ પટેલની ધરપકડ 29 જુલાઈએ કરવામાં આવી હતી, જ્યારે રવિના પટેલને 27 જુલાઈએ જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું નોંધાયું છે.

ફેક U Visa રોબરી કેસમાં ચર્ચામાં આવેલી રવિનાની ફરી એન્ટ્રી

ઝડપાયેલા ચારેયમાં સૌથી વધુ ચર્ચા રવિના પટેલની થઈ રહી છે. વર્ષ 2024માં શિકાગોમાં U Visa મેળવવા માટે કરાયેલી ફેક રોબરીના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનમાં રહેતી રવિના પટેલે ફેક રોબરી કરાવવા માટે પાર્થ નાઈ નામના વ્યક્તિને રૂપિયા ચૂકવ્યા હોવાનો આરોપ હતો. બાદમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થતાં પાર્થ સાથે રવિના સામે પણ કેસ નોંધાયો હતો. હાલ તેની ધરપકડ એ જ કેસના આધારે ડિપોર્ટેશન પ્રક્રિયા માટે કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

તાજેતરમાં જ બોસ્ટનની ફેડરલ કોર્ટે આવા જ U Visa ફ્રોડ કેસમાં ગુજરાતી મિતુલ પટેલને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો.

બાકીના ત્રણ વિશે માહિતી ગુપ્ત, પરંતુ ઇમિગ્રેશન કેસ નિશ્ચિત

રવિના સિવાય સચિન, આર્યન અને જગદીશ પટેલ અમેરિકાના કયા રાજ્યમાં રહેતા હતા અથવા કઈ પરિસ્થિતિમાં ઝડપાયા તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી.

જોકે તમામની ધરપકડ ઇમિગ્રેશન કેસમાં થઈ હોવાથી તેઓ અમેરિકામાં કાયદેસર સ્ટેટસ વિના રહેતા હોવાની શક્યતા માનવામાં આવી રહી છે. તેઓ કોઈ અન્ય ગુનામાં સ્થાનિક પોલીસના હાથે ઝડપાયા બાદ ICEને સોંપાયા હોય અથવા નિયમિત હાજરી દરમિયાન કસ્ટડીમાં લેવાયા હોય તેવી સંભાવનાઓ પણ નકારી શકાય તેમ નથી.

શિકાગો આસપાસ રહેતા હોવાની શક્યતા

ચારેયને ઈન્ડિયાનાની ક્લે કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હોવાથી તેઓ શિકાગો અથવા તેની આસપાસના વિસ્તારમાં રહેતા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

થોડા દિવસ પહેલાં પણ શિકાગો એરપોર્ટ પરથી ઝડપાયેલા એક ગુજરાતી યુવકને આ જ ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. ઉપરાંત ગયા મહિને શિકાગોમાં ICE ઓફિસમાં હાજરી આપવા ગયેલા ગુજરાતી પિતા-પુત્રને પણ સ્થળ પર જ કસ્ટડીમાં લઈ જેલમાં મોકલાયા હોવાની માહિતી સામે આવી હતી.

દરેક ICE કસ્ટડી ધરપકડથી જ થાય એવું જરૂરી નથી

ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ICE ડિટેન્શન સેન્ટરમાં પહોંચેલા દરેક વ્યક્તિની ધરપકડ ICEએ જ કરી હોય એવું જરૂરી નથી. ઘણા કિસ્સાઓમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન અથવા અન્ય કોઈ કેસમાં સ્થાનિક પોલીસ વ્યક્તિનું ઇમિગ્રેશન સ્ટેટસ તપાસે છે અને ગેરકાયદે હોવાનું સામે આવતાં તેની કસ્ટડી ICEને સોંપી દેવામાં આવે છે.

કોણ સૌથી વધુ ICEના નિશાના પર?

હાલના સમયમાં ખાસ કરીને એવા લોકો સામે કાર્યવાહી તેજ બની છે—

  • જેમની સામે Final Removal Order જારી થઈ ચૂક્યો છે.
  • જેમણે અમેરિકામાં કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય.
  • જે ઇમિગ્રેશન કોર્ટમાં હાજર રહેવાનું બંધ કરી ચૂક્યા હોય.
  • અથવા જેમની ICE સમક્ષ હાજરીની તારીખ નજીક આવી હોય.

આવા લોકોની ધરપકડ કરીને સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે.

ગુજરાતીઓ પર કાર્યવાહી વધી, ઘણા ખાલી હાથે પરત ફર્યા

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા અઢી-ત્રણ મહિનામાં અમેરિકામાંથી મોટી સંખ્યામાં અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘણા લોકોને ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકા પહોંચેલા અનેક ગુજરાતીઓને હવે પાછા ભારત આવવાની ફરજ પડી રહી છે. કેટલાક લોકો હજુ દેવાના બોજ હેઠળ છે, તો કેટલાક વર્ષોની મહેનત બાદ પણ ખાલી હાથે વતન પરત ફર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેરિકામાં કડક બનેલી ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે ગુજરાતીઓ સામેની કાર્યવાહી હવે વધુ ઝડપથી આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં આવા કેસોમાં વધુ વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Arrested in USA US Immigration Protest Indiana Detention Center

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ