બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્યાંક હોડીની જેમ કાર તણાઈ તો ક્યાંક લોકો ફસાયા, જુઓ વરસાદી કહેરના વીડિયો

VIDEO / ક્યાંક હોડીની જેમ કાર તણાઈ તો ક્યાંક લોકો ફસાયા, જુઓ વરસાદી કહેરના વીડિયો

Published By: Vishal Khamar

Last Updated: 08:43 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પડેલ મૂશળધાર વરસાદના પગલે જનજીવન પર ભારે અસર થવા પામી છે. તેમજ સુરેન્દ્રનગર, હળવદ તેમજ ઈડરમાં પડેલ ભારે વરસાદના કારણે કાર પાણીમાં તણાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા.

સુરેન્દ્રનગરના લીંબડીમાં ધસમસતા પાણીમાં તણાઈ કાર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાવાની ઘટના સામે આવી છે. ભલગામડા અને મોટા ટીંબલા ગામ વચ્ચે પસાર થઈ રહેલી કાર અચાનક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને તણાવા લાગી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમયસૂચકતા દાખવી ચાલક સહિત કારને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

હળવદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક રસ્તાઓ બંધ

હળવદ પંથકમાં છેલ્લા 18 કલાક દરમિયાન સાડા 6 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અવિરત વરસાદના કારણે સુરવદરથી ઘાટીલા-ધૂળકોટને જોડતો માર્ગ પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં અનેક નાના-મોટા રસ્તાઓ પર વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. દરમિયાન, મોરબી ચોકડી નજીક કમરસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીમાં અનેક વાહનો ફસાયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે, જેમાં 5થી વધુ ગાડીઓ પાણીમાં ફસાઈ હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

સાબરકાંઠાના ઈડરમાં વરસાદી કહેર, ધસમસતા પાણીમાં કાર તણાઈ

સાબરકાંઠાના ઈડરમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બની છે. સતત વરસાદના કારણે ડેભોલ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં નદી ગાંડીતૂર બની હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર નદી જેવું પાણી વહેવા લાગ્યું હતું. આ દરમિયાન ઈડરની એક શેરીમાં ઘરની બહાર પાર્ક કરેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કાર તણાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વરસાદી પાણીની તીવ્રતા સ્પષ્ટ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

ધલવાણા ગામ સંપર્ક વિહોણું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું ધલવાણા ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે. ધલવાણા-રોજાસર માર્ગ પર પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ભારે પાણી ભરાવાના કારણે ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવન-જાવન માટે કેટલાક રાહદારીઓ જીવના જોખમે પાણી ભરાયેલા રસ્તાને પાર કરતા જોવા મળ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. માર્ગ પર પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી લોકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તેવી સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ કચ્છમાં ધોધમાર વરસાદ, નવાં નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ, હમીરસર તળાવની નયનરમણીય તસવીરો

ત્રણેયનું બોટના માધ્યમથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ

સુરેન્દ્રનગરમાં પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા ત્રણ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નાના કેરાળા ગામના સીમ વિસ્તારમાં એક વર્ષનું બાળક સહિત બે શ્રમિકો પાણીમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસ, પ્રાંત અધિકારી અને મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન ત્રણેય લોકોને બોટની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Rain News Gujarat Heavy Rain Limbdi Flood

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ