બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 07:25 PM, 1 August 2026
1/9
તાજેતરમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)નો રિપોર્ટ બહાર આવ્યો છે, જેના પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં હોમ લોનની EMI ઘટી શકે છે. શનિવારે જાહેર કરાયેલ આ રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ની ઓગસ્ટ 2026ની MPC બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાની સંભાવના છે. તેમજ આગામી બે ત્રિમાસિક સુધી રિટેલ મોંઘવારી (CPI) 5 ટકાથી ઉપર રહેવાની અપેક્ષા છે. જ્યારે નાણાકીય વર્ષ 2026-27 ના પહેલા ત્રિમાસિકમાં દેશની આર્થિક વૃદ્ધિ 7 ટકાથી વધુ રહી શકે છે. આવી સ્થિતિમાં આરબીઆઈ માટે વ્યાજદરોને સ્થિર રાખવું વધુ સરળ બનશે.
2/9
આ રિપોર્ટ મુજબ જુલાઈ દરમિયાન 35 અબજ ડોલરનું કેપિટલ ઇનફ્લો થયું હતું જેને કારણે 24 જુલાઈ સુધીમાં ભારતનો ફોરેન એક્સચેન્જ રીઝર્વ 12.5 અબજ ડોલર વધી ગયો. સાથે જ જૂનના અંત સુધીમાં ત્રણ મહિના સુધીની મુદતવાળા ફોરવર્ડ પોઝિશનમાં 13 અબજ ડોલરની ઘટાડો નોંધાયો હતો જેનાથી ફોરેન એક્સચેન્જ બજારમાં દબાણ ઘટ્યું છે.
3/9
4/9
આરબીઆઈની આગામી MPC બેઠક 3 થી 5 ઓગસ્ટ વચ્ચે યોજાશે અને 5 ઓગસ્ટે નીતિગત નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવાયું છે કે પશ્ચિમ એશિયાના સંકટને કારણે વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને વિવિધ દેશોમાં આર્થિક વલણો અલગ-અલગ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અમેરિકન અર્થતંત્રમાં પણ એપ્રિલ-જૂન 2026ની ત્રિમાસિક દરમિયાન અપેક્ષા કરતાં વધુ મંદી નોંધાઈ છે.
5/9
એસબીઆઈ રિસર્ચે જણાવ્યું કે પાછલી ત્રણ નાણાકીય નીતિઓમાં આરબીઆઈએ પશ્ચિમ એશિયા યુદ્ધની અસરને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2027 ની પહેલી ત્રિમાસિકના જીડીપી વૃદ્ધિ અંદાજને 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી દીધો હતો. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે અને પહેલી ત્રિમાસિકની વૃદ્ધિ દર અગાઉના અંદાજ કરતાં ઘણો સારો રહ્યો એટલે કે 7 ટકાથી વધુ રહી શકે છે.
6/9
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક ફોરેન એક્સચેન્જ બજારમાં હજુ પણ અસંતુલન છે અને માર્ચ દરમિયાન તેની સૌથી વધુ અસર ભારતીય રૂપિયા પર પડી હતી. જોકે આરબીઆઈએ ફોરવર્ડ માર્કેટમાં પોતાની સ્ટ્રેટેજી દ્વારા ટૂંકાગાળાના દબાણને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી એક્સપોર્ટર અને ઈમ્પોર્ટરની હેજિંગ પ્રવૃત્તિઓને કારણે રૂપિયા પર પડતા દબાણને કંટ્રોલ કરવામાં મદદ મળી હતી.
7/9
મોન્સૂન અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે જુલાઈમાં સામાન્યથી વધુ વરસાદ થવાને કારણે દેશભરમાં વરસાદની ઉણપ ઘટીને 13 ટકા રહી ગઈ છે. જળાશયોનું પાણીનું સ્તર લગભગ સામાન્ય છે અને ખરીફ પાકોની વાવણી ગયા વર્ષની સરખામણીમાં માત્ર 4.7 ટકા ઓછી છે. આથી ગ્રામીણ માંગને મદદ મળવાની આશા છે.
8/9
SBI રિસર્ચે પોતાની રિપોર્ટમાં AI અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ રિપોર્ટ અનુસાર દરેક મોટી ટેકનોલોજીકલ ક્રાંતિની જેમ AI ક્ષેત્રમાં પણ ભારે રોકાણ, ઝડપથી વધતી અપેક્ષાઓ અને સટ્ટાકીય એક્ટીવીટી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એ શક્ય છે કે અનેક કંપનીઓ હાલમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જરૂરિયાતથી વધુ રોકાણ કરી રહી હોય જેનાથી ભવિષ્યમાં AI બબલ બનવાનું જોખમ ઊભું થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ