બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એક નવી SUV ના લોન્ચિંગથી બદલાયું નિસાનનું નસીબ: જુલાઈ 2026 માં 9,339 યુનિટ્સનું કર્યું વેચાણ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:15 PM, 1 August 2026
1/5
નિસાન મોટર ઈન્ડિયાએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં જબરદસ્ત વાપસી કરી છે. જુલાઈ 2026 નો મહિનો કંપની માટે ખુબ જ ખાસ રહ્યો છે. વાર્ષિક ધોરણે (Year-on-Year) કંપનીના કુલ વેચાણમાં 218% નો જંગી વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ પાછળ જુલાઈ મહિનામાં લોન્ચ થયેલી નવી SUV અને સ્થાનિક તથા નિકાસ માર્કેટનો મોટો ફાળો છે.
2/5
જુલાઈ 2026 માં નિસાન મોટર ઈન્ડિયાનું કુલ હોલસેલ વેચાણ 9,339 યુનિટ્સ પર પહોંચી ગયું છે. સ્થાનિક માર્કેટ (Domestic Market): 4,518 યુનિટ્સનું વેચાણ થયું છે. 4,821 યુનિટ્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ 218% નો વધારો છે. સ્થાનિક હોલસેલ માર્કેટમાં મહિનાના ધોરણે 50% નો ગ્રોથ નોંધાયો છે.
3/5
રેનો ડસ્ટર (Renault Duster) પર આધારિત નવી SUV નિસાન ટેક્ટોન ને કંપનીએ 9 જુલાઈએ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી હતી અને તેની ડિલિવરી 20 જુલાઈથી શરૂ થઈ હતી. આ કારના આગમન સાથે જ કંપનીએ ભારતના લોકપ્રિય મિડસાઈઝ SUV સેગમેન્ટમાં મજબૂત એન્ટ્રી કરી લીધી છે. હાલમાં નિસાન ભારતીય માર્કેટમાં ત્રણ પ્રોડક્ટ્સ – મેગ્નાઈટ (Magnite), ગ્રેવાઈટ (Grevite) અને ટેક્ટોન (Tekton) ની વેચાણ કરી રહી છે. એક મોડેલથી ત્રણ મોડેલના પોર્ટફોલિયો સુધી પહોંચતાની સાથે જ કંપની સમગ્ર દેશમાં પોતાના રિટેલ અને સર્વિસ નેટવર્કનો વિસ્તાર કરી રહી છે.
4/5
5/5
નિસાન મોટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સે જણાવ્યું હતું કે, જુલાઈમાં સ્થાનિક હોલસેલમાં 218% નો વાર્ષિક ગ્રોથ દર્શાવે છે કે ભારતમાં નિસાન બ્રાન્ડ સતત આગળ વધી રહી છે અને ગ્રાહકો બ્રાન્ડ પર ભરોસો મૂકી રહ્યા છે. નિસાન ટેક્ટોનની ડિલિવરી શરૂ થવી એ અત્યંત મહત્વપૂર્ણ છે, જેનાથી આપણો SUV પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ