બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : નવસારીમાં પૂરના પાણીમાં યુવાનોએ કર્યાં ખતરનાક સ્ટંટ, પાળી પરથી કૂદકા મારીને લીધી નાહવાની મજા

વલસાડ / VIDEO : નવસારીમાં પૂરના પાણીમાં યુવાનોએ કર્યાં ખતરનાક સ્ટંટ, પાળી પરથી કૂદકા મારીને લીધી નાહવાની મજા

Published By: Hiralal Parmar

Last Updated: 11:16 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે પણ કેટલાક યુવાનોએ જોખમી સ્ટંટ કર્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

નવસારીમાં ભારે વરસાદને કારણે પૂરની વિકટ સ્થિતિ છે. લોકો જીવ બચાવવા ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર છે ત્યારે કેટલાક અવળચંડા યુવાનો આવી સ્થિતિમાં પણ સખણા રહેતા નથી અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી બેસતા હોય છે.

પાળી પરથી પૂરના પાણીમાં કૂદકા માર્યાં

મિથિલા નગરી પાસેની પાળી પરથી પૂરના ધસમસતા વહેણમાં યુવાનોએ જોખમી સ્ટંટ કર્યાં હતા. યુવાનોએ પૂરના પાણીમાં સ્વિમિંગ પૂલની જેમ કૂદકા માર્યા હતા. પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરતા બેફિકર યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આપત્તિ સમયે જોખમ ઊભું કરનારા નબીરાઓ સામે નવસારી પોલીસ કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

ભીના રોડને કારણે વડોદરામાં વિચિત્ર અકસ્માત

વડોદરા શહેરમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ભીના રોડને કારણે એક્ટિવા સ્લીપ ખાતા 3 યુવતીઓ રોડ પર પટકાઈ હતી બરાબર આ સમયે એક યુવતી પાછળથી આવી રહેલા રોડ રોલર નીચે આવી જતા તેનું દર્દનાક મોત નીપજ્યું હતું જ્યારે બે યુવતીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. શહેરની કિસ્મત ચોકડી પાસે વરસાદના કારણે રસ્તો ભીનો હોય એક્ટિવા પર સવાર ત્રણ યુવતીઓ રસ્તા પર પટકાઈ હતી. અકસ્માતનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો.

વધુ વાંચો : વડોદરામાં ભીના રોડને કારણે એક્ટિવા સ્લીપ ખાતા 3 યુવતીઓ રોડ પર પટકાઈ, રોડ રોલર ફરી વળતાં 1નું મોત

વડોદરામાં ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. લોકોએ વાહન ચલાવતી વખતે ખૂબ ધ્યાન રાખવાની જરુર છે. ભીના રોડને કારણે વાહનો સ્લીપ ખાવાના બનાવ વધતા હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain navsari news Navsari flood news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ