બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'રામાયણ' ફિલ્મે રિલીઝ પહેલા જ રચ્યો ઈતિહાસ: માત્ર 48 કલાકમાં ટ્રેલરને મળ્યા 350 મિલિયન વ્યૂઝ!
5 ફોટો ગેલેરી
Last Updated: 11:24 PM, 1 August 2026
1/5
ભારતીય સિનેમાની સૌથી મહત્વાકાંક્ષી અને ભવ્ય ફિલ્મોમાંની એક ગણાતી 'રામાયણ' ના ટ્રેલરે રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેલર રિલીઝ થયાના માત્ર 48 કલાકની અંદર જ તમામ અધિકૃત પ્લેટફોર્મ્સ પર 350 મિલિયન (35 કરોડ) થી વધુ વ્યૂઝ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આ સાથે જ આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલું ટ્રેલર બની ગયું છે.
2/5
ટ્રેલરના ભવ્ય વિઝ્યુઅલ્સ, મોટા પાયા પર નિર્માણ અને સિનેમેટિક પ્રેઝન્ટેશનની વિશ્વભરના દર્શકો મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ભારત અને સમગ્ર વિશ્વના દર્શકો તરફથી રામાયણના ટ્રેલરને આટલો પ્રેમ મળવો એ અમારા માટે અત્યંત ભાવુક અને ગર્વની વાત છે. આ દર્શાવે છે કે રામાયણ આજે પણ દરેક પેઢી અને સંસ્કૃતિના લોકોના દિલ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે."
3/5
4/5
આ ભવ્ય મહાકાાવ્યનું નિર્દેશન 'દંગલ' ખ્યાત નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. નમિત મલ્હોત્રાના પ્રાઈમ ફોકસ સ્ટુડિયોઝ અને 8 વખત એકેડેમી એવોર્ડ (ઓસ્કાર) જીતી ચૂકેલા VFX સ્ટુડિયો DNEG એ યશની મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મનું વૈશ્વિક વિતરણ (Global Distribution) સોની પિક્ચર્સ કરશે, જ્યારે ઉત્તર ભારતમાં ડિસ્ટ્રિબ્યુશનના અધિકારો ધર્મા પ્રોડક્શન્સ પાસે છે.
5/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ