ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:05 AM, 2 June 2026
ADVERTISEMENT
કેનેડામાં નોકરી કે કામ કરવા માટે મોટાભાગના વિદેશી નાગરિકોને વર્ક પરમિટ લેવું ફરજિયાત હોય છે. જોકે, કેટલાક ખાસ સંજોગોમાં ચોક્કસ કેટેગરીના લોકોને વર્ક પરમિટ વગર પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે. કેનેડાના ઇમિગ્રેશન નિયમો મુજબ બિઝનેસ વિઝિટર, ડિજિટલ નોમેડ અને કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આ છૂટનો લાભ લઈ શકે છે.
ADVERTISEMENT
જો કોઈ વ્યક્તિ વ્યાપારિક કામ માટે કેનેડા જાય છે પરંતુ કેનેડાના સ્થાનિક શ્રમબજારનો ભાગ બનતો નથી, તો તેને બિઝનેસ વિઝિટર તરીકે ગણવામાં આવી શકે છે. આવા લોકોને સામાન્ય રીતે વર્ક પરમિટની જરૂર પડતી નથી. તે માટે વ્યક્તિ કેનેડિયન કંપનીમાં નોકરી કરતો ન હોવો જોઈએ. તેનો પગાર અને આવક કેનેડાની બહારથી આવતી હોવી જોઈએ. બિઝનેસ મીટિંગ, ટ્રેડ શો, પ્રદર્શની અથવા કંપનીના કામ માટે મુલાકાત જેવી પ્રવૃત્તિઓ આ કેટેગરીમાં આવે છે. સામાન્ય રીતે આવા લોકોને 6 મહિના સુધી રહેવાની મંજૂરી મળી શકે છે.
ADVERTISEMENT
આજના સમયમાં ઘણા લોકો એક દેશમાં રહીને બીજા દેશની કંપની માટે ઓનલાઇન કામ કરે છે. આવા લોકોને ડિજિટલ નોમેડ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કેનેડામાં રહીને વિદેશી કંપની માટે રિમોટ કામ કરે છે અને તેની કંપનીનો કેનેડામાં કોઈ વ્યવસાય કે ઓફિસ નથી, તો તેને વર્ક પરમિટની જરૂર ન પડી શકે. તેની આવક પણ કેનેડાની બહારથી આવતી હોવી જોઈએ. સોફ્ટવેર ડેવલપર, ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત, કન્ટેન્ટ ક્રિએટર અને ઓનલાઇન ટ્યુટર જેવા વ્યવસાયો આ કેટેગરીમાં સામેલ થઈ શકે છે.
ADVERTISEMENT
કેનેડામાં અભ્યાસ કરતા કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ અલગ વર્ક પરમિટ વગર કામ કરવાની મંજૂરી હોય છે. જોકે, તેમના સ્ટડી પરમિટમાં કામ કરવાની પરવાનગીનો ઉલ્લેખ હોવો જરૂરી છે. નિયમ મુજબ વિદ્યાર્થીઓ કેમ્પસમાં વર્ષભર અમર્યાદિત કલાકો કામ કરી શકે છે. જ્યારે અભ્યાસ દરમિયાન કેમ્પસની બહાર દર અઠવાડિયે 24 કલાક સુધી કામ કરવાની છૂટ છે. વેકેશન દરમિયાન તેઓ વધુ કલાકો પણ કામ કરી શકે છે. કામ શરૂ કરતા પહેલા સોશિયલ ઇન્શ્યોરન્સ નંબર (SIN) મેળવવો જરૂરી હોય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ફરીવાર અમેરિકાએ મારી પલટી, જાણો ગ્રીનકાર્ડને લઇ શું નિર્ણય લીધો?
ADVERTISEMENT
આ ત્રણ કેટેગરી સિવાય કેટલાક અન્ય લોકોને પણ વર્ક પરમિટ વગર કામ કરવાની મંજૂરી મળી શકે છે. તેમાં વિદેશી રાજદૂત, પત્રકારો, ખેલાડીઓ, ધાર્મિક કાર્યકરો, ગેસ્ટ સ્પીકર અને ઇમરજન્સી સેવા આપતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.કેનેડામાં કામ કરવા માટે મોટા ભાગના વિદેશી નાગરિકોને હજુ પણ વર્ક પરમિટ લેવું જરૂરી છે. તેથી કોઈપણ કામ શરૂ કરતા પહેલા પોતાની કેટેગરી અને ઇમિગ્રેશન નિયમોની માહિતી મેળવી લેવી જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ