બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / PM મોદીએ સુરતમાં 18,100 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યાં હાજર
Last Updated: 06:26 PM, 5 June 2026
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત લઈને દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને સમર્પિત કર્યા. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટી (L&T) પ્લાન્ટની મુલાકાત લઈને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ નિર્માણાધીન અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું.
ADVERTISEMENT
#WATCH | Prime Minister Narendra Modi inaugurates, dedicates to the nation and lays the foundation stone of various development projects worth around Rs 18,800 Crores in Surat, Gujarat. CM Bhupendra Patel is also here.
— ANI (@ANI) June 5, 2026
(Video Source: DD News) pic.twitter.com/d5inyA6zqV
વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા હજીરા પહોંચ્યા
ADVERTISEMENT
વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશની આત્મનિર્ભરતા અને આધુનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવતા પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં જોડાયા, જ્યાં ડિજિટલ માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમજ વિશાળ જનમેદનીને સંબોધિત કરી.
ADVERTISEMENT
સાત જિલ્લાઓ માટે અંદાજે ₹18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ
આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે અંદાજે ₹18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી. તેમાં ₹13,926 કરોડના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે ₹4,852 કરોડના પાંચ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ADVERTISEMENT
વિકસિત ગુજરાત, વિકસિત ભારત” સંકલ્પ સાથે આગળ વધવાનો સંદેશ
ADVERTISEMENT
સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પને ફરી એકવાર દોહરાવ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ સતત સેવા અને વિકાસના મિશનને મજબૂત સમર્થન આપ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે હવે વધુ મહેનત કરીને વિકાસની ગતિને આગળ વધારવાની જરૂર છે. તેમના અનુસાર, ગુજરાત અને ભારત બંનેને વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને જનસમર્થન આ મિશનનો આધાર છે.
ADVERTISEMENT
#WATCH सूरत: प्रधानमंत्री मोदी ने कहा, "आजकल सूरत की सर्कुलर वाटर इकोनॉमी को बहुत चर्चा हो रही है…अब प्रयास ये है कि सूरत के लिए आने वाले कई दशकों तक पाने के पानी की पूरी व्यवस्था हो। इसके लिए तापी बैराज प्रोजेक्ट स्वीकृत किया गया है।" pic.twitter.com/11R7aBinHP
— ANI_HindiNews (@AHindinews) June 5, 2026
ચૂંટણીમાં ઐતિહાસિક જનસમર્થન, જૂના રેકોર્ડ તૂટ્યા
હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં ભાજપને મળેલું સમર્થન ઐતિહાસિક રહ્યું છે અને અનેક જૂના રેકોર્ડ તૂટી ગયા છે.
તેમણે કહ્યું કે લાંબા સમય સુધી એક પક્ષને સતત જનસમર્થન મળવું લોકશાહીમાં મહત્વપૂર્ણ ઘટના છે. આ પરિણામોને સરકારની કામગીરી પ્રત્યે જનવિશ્વાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
સુરતની સફાઈ ઝુંબેશને “મોટી ભેટ” ગણાવી વડાપ્રધાનનો આભાર
સુરતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન Narendra Modiએ શહેરમાં ચાલેલી વિશાળ સફાઈ ઝુંબેશની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે લગભગ એક લાખ લોકોએ પાંચ દિવસ સુધી ચાલેલી સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
#WATCH सूरत: प्रधानमंत्री मोदी ने कहा, "आज देश में कुछ निराशावादी लोग आत्मनिर्भर भारत अभियान का मजाक उड़ाते हैं। ये वे लोग हैं जिन्होंने हमेशा भारत को दूसरे देशों पर निर्भर रखा। वे लोग भूल जाते हैं कि दूसरों पर निर्भर देश कभी भी विकास की वो ऊंचाई प्राप्त नहीं कर सकता जिसका वो… pic.twitter.com/aPG48UoiPo
— ANI_HindiNews (@AHindinews) June 5, 2026
ક્લાયમેન્ટ ચેન્જને અવસરમાં બદલવાનો પ્રયાસ: મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે.
તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને સરકાર પર વિશ્વાસ છે અને ભારત સુરક્ષિત હાથોમાં છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ક્લાયમેન્ટ ચેન્જ જેવી પડકારજનક પરિસ્થિતિને સરકાર વિકાસના અવસરમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે.
‘ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે’
ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનું પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવ્યું હતું. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.
#WATCH सूरत, गुजरात | प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आज दुनिया अभूतपूर्व चुनौतियों के दौर से गुज़र रही है। कुछ समय पहले मैंने कहा था कि यह दशक दुनिया के लिए आपदा का दशक सिद्ध हो रहा है। हमने एक के बाद एक कई वैश्विक आपदाएँ देखी हैं। पहले COVID-19 का बड़ा संकट आया; फिर जगह जगह… pic.twitter.com/roWO0uBtUN
— ANI_HindiNews (@AHindinews) June 5, 2026
‘ભારત ગ્રીન ગ્રોથની દિશામાં કામ કરી રહ્યું છે’
મારા વ્હાલા સુરતીઓને ખુબ-ખુબ અભિનંદન. સુરતના વિકાસના ગતિ આપવા માટે અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. દુનિયા હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે. ભારત પણ ગ્રીન ગ્રોથ તરફ કામ કરી રહ્યું છે.
‘પ્લેગથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતા માટે જાણીતું’
સુરત એ શહેર નહીં સ્પિરિટ છે. સુરત સતત સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપી રહ્યું છે. તમામ ભાજપના જનપ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજનો દિવસે વધુ એક સુખદ સંયોગ છે. આજના દિવસે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાના એક સુરતમાં છું. પહેલાં પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત હતું આજે સ્વચ્છતા માટે જાણીતું છે.
મુખ્યમંત્રી માત્ર બે કારના કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા
કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો. મુખ્યમંત્રી માત્ર બે કારના કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, જ્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી યોજી સભા સ્થળે આગમન કર્યું. પોલીસ વિભાગે પણ પર્યાવરણમૈત્રી અભિગમ અપનાવી ઈ-બાઈક અને સાયકલનો ઉપયોગ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને અર્થપૂર્ણ બનાવી.
₹3,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સુરતનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે લગભગ 6:15 વાગ્યે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ જવા રવાના થયા, જ્યાં તેમના હસ્તે ₹3,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલી આ મુલાકાત વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
પૂર્ણેશ મોદી અને હેમાલી બોઘાવાલા ચાલીને પહોંચ્યાં
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સહિતના કાર્યકર્તાઓ અડાજણથી ઇન્દોર સ્ટેડિયમ સુધી ચાલતા પહોંચ્યાં છે.
DyCM હર્ષ સંઘવીની આગેવાનીમાં સાયકલ યાત્રા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે પહોંચે તે પહેલાં શહેરમાં ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતી વિશાળ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇનડોર સ્ટેડિયમ સુધી નીકળી હતી. ઈંધણના વધતા ભાવ અને પર્યાવરણ સંરક્ષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં ડાયમંડ ઉદ્યોગના આગેવાનો, પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સાયકલ યાત્રા દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને ઈંધણની બચત કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ PM મોદીએ હજીરાની શસ્ત્ર ફેક્ટરીની મુલાકાત લીધી, સંરક્ષણ સાધાનોનું કર્યું નિરીક્ષણ
કાર્યક્રમ સ્થળ પર પાણીની બોટલને બદલે માટલા મુકાયા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો અનોખો સંદેશ આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં ઝીરો પ્લાસ્ટિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં પાણીની પ્લાસ્ટિક બોટલોના બદલે માટલાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વાંસથી વિવિધ સજાવટ તૈયાર કરવામાં આવી હતી, જ્યારે ઇન્ડોર સ્ટેડિયમનું મુખ્ય બેકડ્રોપ રિસાયકલ કરાયેલા કાપડમાંથી બનાવવામાં આવ્યું હતું. ફ્લેક્સ બેનરોના બદલે હાથેથી રંગાયેલા હોર્ડિંગ્સ અને વેસ્ટ-ટુ-વન્ડર શિલ્પો દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ સ્થળને પર્યાવરણ બચાવોની થીમ આધારિત 5 હજારથી વધુ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યું હતું તેમજ સ્ટેડિયમની આસપાસ પ્રધાનમંત્રીના ફોટા સાથે પ્રકૃતિ સંરક્ષણના સંદેશ આપતા હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.