ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / PM મોદીએ હજીરાની શસ્ત્ર ફેક્ટરીની મુલાકાત લીધી, સંરક્ષણ સાધાનોનું કર્યું નિરીક્ષણ
Last Updated: 04:52 PM, 5 June 2026
ADVERTISEMENT
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન Narendra Modi આજે (5 જૂન) સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત Larsen & Toubro (L&T)ના પ્લાન્ટમાં પહોંચીને તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ નિર્માણ પામી રહેલા અદ્યતન સંરક્ષણ સાધનો અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન વડાપ્રધાને સ્વદેશી ઉત્પાદન ક્ષમતા, ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા અને પર્યાવરણમૈત્રી વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમની મુલાકાતને લઈને સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા ભવ્ય જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ આપનારા અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન જનસભાને પણ સંબોધશે.
ADVERTISEMENT
કુલ અંદાજે ₹18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ
મળતી માહિતી અનુસાર, વડાપ્રધાનના હસ્તે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, વાપી, ડાંગ અને નર્મદા માટે કુલ અંદાજે ₹18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે.
ADVERTISEMENT
પ્રોજેક્ટ્સમાં વિવિધ 8 વિભાગોને આવરી લેવામાં આવ્યા
આ પ્રોજેક્ટ્સમાં વિવિધ 8 વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી અંદાજે ₹13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ₹4,852 કરોડના પાંચ નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ યોજનાઓથી દક્ષિણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન, નાગરિક સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસને નોંધપાત્ર પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે કારના સાદા કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા
ADVERTISEMENT
કાર્યક્રમને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે કારના સાદા કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી યોજી સભા સ્થળે પહોંચ્યા, જેનાથી પર્યાવરણ જાગૃતિ અને ગ્રીન મોબિલિટીનો સંદેશ આપવામાં આવ્યો.
ADVERTISEMENT
વિશેષ નોંધનીય બાબત એ રહી કે સુરક્ષા વ્યવસ્થામાં પણ આધુનિક અને પર્યાવરણમૈત્રી અભિગમ અપનાવવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ દ્વારા ઈ-બાઇક અને સાયકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાપન સાથે ગ્રીન એનર્જીને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
સુરતનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે આશરે 6:15 વાગ્યે Daman જવા રવાના થશે. ત્યાં તેમના હસ્તે ₹3,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડાપ્રધાનની આ મુલાકાતને દક્ષિણ ગુજરાત અને દમણ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT