ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત

ગુજરાત / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત

Published By: Nidhi Panchal

Last Updated: 02:31 PM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆત પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ની મહત્વાકાંક્ષી જાહેરાત પણ કરવામાં આવી છે, જેને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્યના વિકાસ, શહેરી સુવિધાઓ અને જાહેર સુરક્ષા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆત માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.

cabinet-meeting-final

રાજ્ય માટે મોટી ખોટ ગણાવવામાં આવ્યું

કેબિનેટ બેઠક દરમિયાન યોગેશ પટેલના નિધનને રાજ્ય માટે મોટી ખોટ ગણાવવામાં આવ્યું હતું. તેમની યાદમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કેબિનેટ સભ્યોએ જણાવ્યું હતું કે યોગેશ પટેલે વર્ષો સુધી જાહેર જીવનમાં રહીને લોકોની સેવા કરી હતી. મતદારોએ દાયકાઓ સુધી તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેઓ હંમેશા સેવા, સાદગી અને જનકલ્યાણના મૂલ્યોમાં માનતા હતા. તેઓ સતત લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત રહ્યા હતા.

ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો

શ્રદ્ધાંજલિ બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શહેરોને વધુ સુરક્ષિત, આધુનિક અને વ્યવસ્થિત બનાવવા માટે આ મિશન અમલમાં મૂકવામાં આવશે.

cm-cabinet

ઓવરહેડ વીજ અને અન્ય વાયર

આ મિશન હેઠળ શહેરોમાં દેખાતા ઓવરહેડ વીજ અને અન્ય વાયર સંપૂર્ણ રીતે ભૂમિગત કરવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 500 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 17 મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેના કારણે લાખો નાગરિકોને સીધો લાભ મળશે.

સમગ્ર રાજ્યમાં અંદાજે 31 હજાર કિલોમીટર

સરકારના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં અંદાજે 31 હજાર કિલોમીટર લાંબા નેટવર્કને તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11 કે.વી. વીજ નેટવર્કને ભૂમિગત કરવામાં આવશે. ત્યારબાદ અન્ય પ્રકારના ઓવરહેડ વાયર અને કેબલને પણ જમીનની અંદર ખસેડવામાં આવશે.

ઊભી થતી મુશ્કેલીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો

રાજ્ય સરકારનું માનવું છે કે આ યોજના માત્ર શહેરોના સૌંદર્યમાં વધારો નહીં કરે પરંતુ અકસ્માતો, વાયર તૂટવાની ઘટનાઓ અને કુદરતી આફતો દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે. ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે.

સેફ સિટી વિઝન સાથે જોડવામાં આવ્યું

ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને રાજ્યના સ્માર્ટ અને સેફ સિટી વિઝન સાથે જોડવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે આ યોજના ભવિષ્યના આધુનિક ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શહેરોમાં વાયરનું જાળું દૂર થવાથી દૃશ્ય પ્રદૂષણ પણ ઘટશે અને વધુ સુવ્યવસ્થિત શહેરી માળખું ઉભું થશે.

આ પણ વાંચો : સોલાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં એકસાથે 500 લોકો બીમાર પડતા હડકંપ, ખુદ મેયર દોડતા થઇ ગયા

કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયને રાજ્યના શહેરી વિકાસ ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં યોજનાના અમલીકરણ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધારશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gujarat Cabinet Meeting Gujarat Wire Free Mission

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ