બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / હવે વિદેશમાં ભણવાનું સપનું પૂરું થશે! સરકાર આપી રહી છે આ ફેસિલિટી, જાણો યોગ્યતા

NRI / હવે વિદેશમાં ભણવાનું સપનું પૂરું થશે! સરકાર આપી રહી છે આ ફેસિલિટી, જાણો યોગ્યતા

Nirav Kumar

Last Updated: 03:54 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ યોજના ચલાવવામાં આવે છે. જેમાં કમજોર આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

વિદેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો એ લાખો ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. પરંતુ ઊંચી ફી અને રહેવાનો ખર્ચ અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે એક પડકાર સાબિત થાય છે. આવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ભારત સરકાર નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ (NOS) યોજના ચલાવે છે. આ યોજનામાં લાયક વિદ્યાર્થીઓને વિદેશમાં માસ્ટર ડિગ્રી અને પીએચડી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ એ કેન્દ્ર સરકારની એક મહત્વની યોજના છે જેનો હેતુ આર્થિક રીતે વંચિત પરંતુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સને વિશ્વ કક્ષાનું શિક્ષણ મેળવવાનો મોકો પૂરો પાડવાનો છે. આ યોજનાથી વિદ્યાર્થીઓ ટોપની અને માન્ય વિદેશી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે.

આ સ્કોલરશીપ ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), DNT, ભૂમિહીન કૃષિ મજૂરો અને પરંપરાગત કારીગર પરિવારોના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેમાં સરકારનો ઉદ્દેશ્ય આ કેટેગરીઓના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ લેવલનું શિક્ષણ પૂરું પાડવાનો અને તેમને તેમની કરિયરમાં નવી દિશા આપવાનો છે.

hiring vtv 1

NOS હેઠળ વિદ્યાર્થીઓના અભ્યાસનો લગભગ સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે. જેમાં યુનિવર્સિટી ટ્યુશન ફી, બોર્ડિંગ અને લોજિંગ માટે એન્યુએલ મેન્ટેનન્સ એલાઉન્સ, મેડિકલ વીમો, વિઝા ફી અને ઇકોનોમી-ક્લાસ હવાઈ મુસાફરીનો સમાવેશ થાય છે. તેનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પરનો આર્થિક બોજ ઘટે છે અને તેઓ તેમના અભ્યાસ પર ફોક્સ કરી શકે છે.

  • જરૂરી પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા માપદંડો પણ બનાવામાં આવ્યા છે. જેમાં અનુસૂચિત જાતિ (SC), DNT (દિલ્હી), ભૂમિહીન ખેતમજૂર (DAL) અને પરંપરાગત કારીગર કેટેગરીના અરજદારોની પરિવરિક વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોવી જોઈએ. જેમાં અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ આવક મર્યાદા વાર્ષિક 6 લાખ નક્કી કરવામાં આવી છે.

જેમાં અરજી કરતી વખતે અરજદારોની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. સૌથી મહત્વની જરૂરિયાત એ છે કે વિદ્યાર્થીને માન્ય વિદેશી યુનિવર્સિટીમાંથી માસ્ટર કે પીએચડી પ્રોગ્રામમાં અનકન્ડીશનલ એડમિશન ઓફર મળી હોવી જોઈએ. જેમાં ગ્લોબલી રેન્કેડ યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.

vtv hiring 2
  • અરજી ક્યાં કરવી?

નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ માટેની અરજી પ્રક્રિયા સંબંધિત મંત્રાલયો દ્વારા હાથ ધરવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિ, DNT અને ભૂમિહીન કૃષિ મજૂર કેટેગરીના વિદ્યાર્થીઓ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (MSJE) ના નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ પોર્ટલ પર અરજી કરી શકે છે.

વધુ વાંચો : બંધ થઇ ગયો આ પ્રોગ્રામ, કેનેડાનું સપનું જોનારા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર

ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા આદિજાતિ બાબતોના મંત્રાલયના નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. જેમાં અરજી કરતા પહેલા વિદ્યાર્થીઓએ પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજીની સમયમર્યાદા સંબંધિત માહિતીને સારી રીતે સમજવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Scholarship Scheme Foreign Universities National Overseas Scholarship
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ