બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:03 PM, 5 June 2026
ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો છે. પહેલા RBI એ ભારતીય ઈકોનોમી 6.9 ટકાના દરે ગ્રોથ થશે તેવું અનુમાન લગાવ્યું હતું પરંતુ હવે આ અંદાજ ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય RBI એ રિટેલ ઈન્ફ્લેશનનો અંદાજ 5.1% રાખ્યો છે.
ADVERTISEMENT
જેમાં RBI એ જણાવ્યું હતું કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા કોન્ફ્લિક્ટ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, સપ્લાય ચેઇનમાં ડિસરપ્શન અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ ભારતીય ઈકોનોમી માટે જોખમો ઉભા કરે છે. પણ આ, કેન્દ્રીય બેંકે રેપો રેટ 5.25 ટકા જાળવી રાખ્યો છે.

ADVERTISEMENT
મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયની જાહેરાત કરતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક પડકારો છતાં ઇન્ડિયન ઈકોનોમી મજબૂત રહ્યું છે. જેમાં પ્રાઇવેટ કંજપ્શ, રોકાણ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરે અર્થતંત્રને ટેકો આપ્યો છે. RBIના નવા અંદાજ મુજબ FY27 ના ફર્સ્ટ ક્વોર્ટરમાં GDP વૃદ્ધિ 6.6 ટકા, બીજા ક્વોર્ટરમાં 6.3 ટકા, ત્રીજા ક્વોર્ટરમાં 6.5 ટકા અને ચોથા ક્વોર્ટરમાં 6.8 ટકા રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
RBI એ માત્ર વૈશ્વિક પરિસ્થિતિઓ સિવાય હવામાનને પણ એક મોટી ચિંતા તરીકે ગણાવ્યું છે. જેમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે સામાન્ય કરતાં ઓછું ચોમાસુ અને અલ નીનો જેવી પરિસ્થિતિઓ કૃષિ ઉત્પાદનને અસર કરી શકે છે. જેમાં ચોમાસુ ઇન્ડિયન ઈકોનોમીમાં મહત્વનો રોલ ભજવે છે. સારો વરસાદ કૃષિમાં સુધારો કરે છે, ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં વધારો કરે છે અને ફૂડ પ્રાઈઝને કંટ્રોલમાં રાખે છે. કમજોર ચોમાસાથી પાકને નુકસાન થઈ શકે છે જેના કારણે ફૂડ પ્રાઈઝમાં વધારો થાય છે. પણ RBIનુ કહેવું છે કે દેશમાં પૂરતો ફૂડ રિઝર્વ અને સફિશિયન્ટ વોટર છે જે થોડી રાહત આપી શકે છે.

ADVERTISEMENT
વિવિધ ઈકોનોમિસ્ટનય કહેવું છે કે ભારતના અર્થતંત્ર સામે સૌથી મોટું જોખમ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છે. ભારત તેની ક્રૂડ તેલની જરૂરિયાતોના 85 ટકાથી વધુ વિદેશથી આયાત કરે છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓઇલના વધતા ભાવ ભારત પર સીધી અસર કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
RBI એ નાણાકીય વર્ષ 2026-27 માટે મોંઘવારીનો અંદાજ પણ વધાર્યો છે. આ બાબટ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા કોન્ફ્લિક્ટ વચ્ચે ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર વધારો અને રિટેલ ઈન્ફ્લેશન વધારાને કારણે છે. જેમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને RBI એ નાણાકીય વર્ષ 2026-27 માટે કન્ઝયુમર ઇન્ડેક્સ આધારિત મોંઘવારીનો દર 5.1% રહેવાનો અંદાજ મૂક્યો છે. પહેલા એપ્રિલમાં જાહેર કરાયેલી નીતિ સમીક્ષામાં મોંઘવારીનો દર 4.6% રહેવાનો અંદાજ હતો. મતલબ RBI એ તેના મોંઘવારીના અંદાજમાં 0.5 ટકાનો વધારો કર્યો છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.