બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હવે ગાંધીનગરના રસ્તા પર દોડશે ઇલેક્ટ્રિક બસ, ટૂંક સમયમાં થશે પ્રારંભ

ગુજરાત / હવે ગાંધીનગરના રસ્તા પર દોડશે ઇલેક્ટ્રિક બસ, ટૂંક સમયમાં થશે પ્રારંભ

Nidhi Panchal

Last Updated: 02:00 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પાટનગર ગાંધીનગરના પરિવહન ક્ષેત્રે એક નવો અને પર્યાવરણ ફ્રેન્ડલી અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના હેઠળ હવે ટૂંક જ સમયમાં ગાંધીનગરના રાજમાર્ગો પર પ્રદૂષણમુક્ત PM ઈ-બસ દોડતી જોવા મળશે

ગુજરાતનું પાટનગર ગાંધીનગર હંમેશા તેની હરિયાળી અને સુવ્યવસ્થિત રોડ કનેક્ટિવિટી માટે જાણીતું છે. હવે ગ્રીન સિટીના આ બિરુદને વધુ મજબૂત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગાંધીનગરના રસ્તાઓ પર હવે પરંપરાગત ઇંધણથી ચાલતી બસોના સ્થાને અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો પ્રવાસીઓની સેવામાં તૈનાત થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

e-bus

'PM ઈ-બસ સેવા'

કેન્દ્ર સરકારની 'PM ઈ-બસ સેવા' યોજના હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને ટૂંક સમયમાં જ આ આધુનિક અને આરામદાયક પરિવહન સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટના આયોજન અંગે વિગતવાર વાત કરીએ તો, મહાનગરપાલિકા દ્વારા આ સેવાને તબક્કાવાર રીતે શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં કુલ 40 ઇલેક્ટ્રિક બસ ગાંધીનગર મહાનગરપાલિકાના જુદા જુદા શહેરી વિસ્તારો અને રૂટ પર દોડાવવામાં આવશે.

e-bus-pic

પ્રોજેક્ટના બીજા તબક્કાનું અમલીકરણ

આ શરૂઆત બાદ, નાગરિકોના પ્રતિસાદ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટના બીજા તબક્કાનું અમલીકરણ કરવામાં આવશે. બીજા તબક્કામાં ગાંધીનગરના રસ્તાઓ પર કુલ 100 ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું ભવ્ય આયોજન વહીવટી તંત્ર દ્વારા પહેલેથી જ કરી લેવામાં આવ્યું છે, જે સ્થાનિક કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો : અમદાવાદના બોપલ મેકડોનાલ્ડ્સનો મોટો છબરડો! વેજ બર્ગરની જગ્યાએ આવ્યું નોનવેજ

આ નવી ઇલેક્ટ્રિક બસોમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે અને સમાજના દરેક વર્ગને સમાન તક મળે તે હેતુથી, આ બસોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને મહિલાઓ માટે ખાસ સીટો રિઝર્વ (આરક્ષિત) રાખવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે મહિલાઓ અને દિવ્યાંગો કોઈપણ જાતની હાલાકી વગર સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે. ગાંધીનગરના સત્તાધીશો તરફથી મળતી માહિતી અનુસાર, તમામ પ્રક્રિયાઓ હવે અંતિમ ચરણમાં છે અને આગામી માત્ર 1 અઠવાડિયામાં જ આ ઇલેક્ટ્રિક બસ સેવા સત્તાવાર રીતે શરૂ થાય તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. આ પ્રોજેક્ટથી પાટનગરમાં પ્રદૂષણ ઘટશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ મજબૂત બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electric Bus Gandhinagar Corporation Gandhinagar PM E Bus Service
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ