બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''હું ઠાકુર છું...'' બોલનારી મહિલા બેંક કર્મી સાથે બેડ ટચ! વીડિયો શેર કરીને જણાવી આપવીતિ

Video / ''હું ઠાકુર છું...'' બોલનારી મહિલા બેંક કર્મી સાથે બેડ ટચ! વીડિયો શેર કરીને જણાવી આપવીતિ

Jinal Chauhan

Last Updated: 10:19 AM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી આસ્થા સિંહે ઈ-રિક્શામાં મુસાફરી દરમિયાન એક વ્યક્તિ પર છેડછાડ અને 'બેડ ટચ' કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે FIR નોંધાવી તપાસ શરૂ કરી છે. આરોપીની ઓળખ માટે CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

કાનપુરમાં HDFC બેંકની પૂર્વ કર્મચારી આસ્થા સિંહે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની સાથે બનેલી છેડછાડની ઘટનાનો ખુલાસો કર્યો છે. આસ્થા સિંહ અગાઉ બેંકમાં થયેલા વિવાદ દરમિયાન વાયરલ થયેલા "હું ઠાકુર છું" નિવેદનને કારણે ચર્ચામાં આવી હતી.

આસ્થાના જણાવ્યા અનુસાર તેઓ બેંકની બ્રાન્ચમાંથી નીકળીને મેટ્રો સ્ટેશન જવા માટે ઈ-રિક્શામાં બેઠા હતા. તેમની બાજુમાં એક મહિલા મુસાફર અને સામે એક પુરુષ બેઠો હતો. આસ્થા કહે છે કે અચાનક તેમને લાગ્યું કે તે વ્યક્તિનો પગ તેમના પગની વચ્ચે હતો અને થોડી જ ક્ષણોમાં તેણે અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. આસ્થાએ દાવો કર્યો કે તેમણે તરત જ હિંમત બતાવી અને આરોપીને ધક્કો મારીને તેનો વિરોધ કર્યો. સાથે જ તેના હાથ પર થપ્પડ અને મુક્કાથી પ્રહાર પણ કર્યો.

જોકે આસપાસ ભીડ હોવાથી તેઓ વધુ હોબાળો કરી શક્યા નહોતા. તેમણે આરોપીનો થોડા સેકન્ડનો વીડિયો પણ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો. આસ્થાના જણાવ્યા મુજબ, આરોપીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમની સામે જ બેઠવાની રીત અંગે ટિપ્પણી કરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાનપુર પોલીસે તરત જ આ કેસમાં ધ્યાન આપ્યું. પોલીસે પીડિતાનો સંપર્ક કરીને તેમની લેખિત ફરિયાદના આધારે FIR નોંધાવી છે. એડિશનલ પોલીસ કમિશનર સંકલ્પ શર્માએ જણાવ્યું કે મહિલાઓ સામે આવા ગુનાઓ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હાલમાં ઘટનાસ્થળ અને ઈ-રિક્શાના રૂટ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આરોપીની વહેલી તકે ઓળખ કરીને તેની ધરપકડ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

hiring vtv 1

આ પણ વાંચોઃ કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, પવન ખેડા-મલ્લીકાર્જુન ખડગે સહિતના દિગ્ગજો મેદાને

શું હતો 'હું ઠાકુર છું' વિવાદ?

આસ્થા સિંહ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ ચર્ચામાં આવી હતી. 6 જાન્યુઆરીએ તેઓ HDFC બેંકમાં પોતાનું રિલીવિંગ લેટર લેવા ગયા હતા ત્યારે બેંક કર્મચારી ઋષિ ત્રિપાઠી સાથે તેમનો અને તેમના પતિનો ઉગ્ર વિવાદ થયો હતો. આસ્થા સિંહનો આરોપ હતો કે વિવાદ દરમિયાન તેમની જાતિ વિશે પૂછવામાં આવ્યું હતું અને તેમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે "હું ઠાકુર છું" એવું નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. પછી આસ્થાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમણે જાતિનો ઉલ્લેખ માત્ર પોતાની સામે થયેલી ટિપ્પણી અને ધમકીના જવાબમાં કર્યો હતો. હાલમાં ઈ-રિક્શામાં છેડછાડના આ નવા આરોપને લઈને ફરી એકવાર આસ્થા સિંહ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E-Rickshaw Incident Aastha Singh Kanpur Harassment Case
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ