ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / શું ખરેખર IPL પર કંટ્રોલ ઇચ્છતો હતો દાઉદ ઈબ્રાહિમ? લલિત મોદીના દાવાથી ખળભળાટ

સ્પોર્ટ્સ / શું ખરેખર IPL પર કંટ્રોલ ઇચ્છતો હતો દાઉદ ઈબ્રાહિમ? લલિત મોદીના દાવાથી ખળભળાટ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:24 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lalit Modi: લલિત મોદીએ દાવો કર્યો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી-કંપની તરફથી સતત ધમકીઓને કારણે તેને ક્રિકેટ પ્રશાસનથી કાયમ માટે દૂર રહેવાની ફરજ પડી હતી.

ADVERTISEMENT

Lalit Modi: લલિત મોદીએ દાવો કર્યો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી-કંપની તરફથી સતત ધમકીઓને કારણે તેને ક્રિકેટ પ્રશાસનથી કાયમ માટે દૂર રહેવાની ફરજ પડી હતી. લલિત મોદીના મતે આઇપીએલ દરમિયાન સટ્ટાબાજી નેટવર્ક્સ સામે કડક વલણ અપનાવ્યા બાદ તેઓ અંડરવર્લ્ડના નિશાના પર આવી ગયા હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર લલિત મોદીએ એક ખુલાસો કર્યો છે જેણે લઇને તેઓ ફરી ચર્ચામાં આવી ગયા છે. લલિત મોદીનો દાવો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી-કંપની તરફથી સતત ધમકીઓ, હત્યાના કાવતરા અને બળજબરીએ મુખ્ય કારણો હતા જેના કારણે તેમને ક્રિકેટ પ્રશાસન છોડવાની ફરજ પડી હતી.

એક ન્યૂઝ એજન્સી સાથેના ઇન્ટરવ્યુંમાં લલિત મોદીએ દાવો કર્યો હતો કે આઇપીએલને દુનિયાની સૌથી મોટી ટી20 લીગ બનાવવાની કિમત તેણે પોતાની સુરક્ષાથી ચુકવવી પડી છે. તેણે કહ્યું કે સટ્ટાબાજી અને ફિક્સિંગ નેટવર્ક્સ સામે કડક વલણ અપનાવ્યા બાદ તેઓ અંડરવર્લ્ડના નિશાના પર આવી ગયા હતા.

લલિત મોદીના મતે દાઉદ ઇબ્રાહિમ આઇપીએલ પર નિયંત્રણ ઇચ્છતો હતો, અને સૌથી ભયાનક ઘટના 2012 માં લંડનમાં બની હતી. તેમણે દાવો કર્યો હતો કે સવારે લગભગ 3:30 વાગ્યે તેને એક પ્રભાવશાળી વચેટિયાના પેન્ટહાઉસમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને કથિત રીતે એક સેટેલાઇટ ફોન દ્વારા દાઉદ ઇબ્રાહિમ સાથે સીધી વાત કરાવવામાં આવી હતી.

તે ક્ષણને યાદ કરતા લલિત મોદીએ કહ્યું, "હું ડરથી ધ્રૂજી રહ્યો હતો. સાચું કહું તો મારી હાલત ખરાબ થઇ ગઇ હતી. પછી ફોન પર એક અવાજ આવ્યો, 'હવેથી તમારું બધું કામ પૂરું,' અને કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો." તેમણે જણાવ્યુ કે તે સમયે બ્રિટિશ સુરક્ષા એજન્સીઓ તેમના ઘરની બહાર હાજર હતી, પરંતુ તેમ છતાં તેઓ પોતાને અસુરક્ષિત અનુભવતા હતા.

2009 ની આઇપીએલ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી

લલિત મોદીનો દાવો છે કે 2009 ની આઇપીએલ દરમિયાન અંડરવર્લ્ડ સાથે ટકરાવ શરૂ થયો હતો. ભારતમાં લોકસભાની ચૂંટણીને કારણે તેમણે અચાનક આખી ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા ખસેડી દીધી. તેમના મતે સટ્ટાબાજી બજારમાં મોટા પાયે દાવ લગાવવામાં આવ્યો હતો કે આઇપીએલ રદ કરવામાં આવશે. પરંતુ જ્યારે ટુર્નામેન્ટ સફળતાપૂર્વક દક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવી, ત્યારે ઘણા બુકીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યુ હતું.

લલિત મોદીએ કહ્યું, "તેઓએ આરોપ લગાવ્યો કે મેં આઇપીએલ ખસેડીને તેમને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. તેઓ ઇચ્છતા હતા કે હું તે પૈસા પરત કરું, પરંતુ મેં સ્પષ્ટપણે ના પાડી દીધી." લલિત મોદીએ દાવો કર્યો કે IPL કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ફિક્સિંગ અને સટ્ટાબાજી સામે ઘણા મોટા પગલાં લીધાં. તેમણે કહ્યું કે શંકાસ્પદ વ્યક્તિઓને સ્ટેડિયમથી દૂર રાખવામાં આવ્યા હતા, સ્પોટ-ફિક્સિંગ અટકાવવા માટે કડક દેખરેખ રાખવામાં આવી હતી, અને કરોડો ડોલરની કથિત લાંચ પણ નકારી કાઢવામાં આવી હતી.

VTV ADD

આ પણ વાંચો- સ્પોર્ટ્સ / ''વિરાટ જેવાં ખેલાડીનું બહાર થવું...'', આખરે કિંગ કોહલીની ઈજા પર ટીમ મેનેજમેન્ટે તોડ્યું મૌન

લલિત મોદીએ કહ્યું કે તેમણે કોઈની સાથે કોઇ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી, પરંતુ તેના બદલે ક્રિકેટ વહીવટ છોડવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું, "મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે હું ક્રિકેટ છોડી દઈશ. મેં મારું વચન પાળ્યું અને ક્રિકેટથી દૂર થઈ ગયો. દાઉદ ઇબ્રાહિમ એ બધા કારણોમાં સૌથી મોટુ કારણ હતો જેના કારણે મે ક્રિકેટ વહીવટથી કાયમ માટે અંતર બનાવી લીધું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lalit Modi Dawood Ibrahim Indian Premier League

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ