બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પાસપોર્ટ કચેરીથી આવ્યા મોટા સમાચાર, લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

ગુજરાત / અમદાવાદ પાસપોર્ટ કચેરીથી આવ્યા મોટા સમાચાર, લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

Nidhi Panchal

Last Updated: 09:12 AM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા પેન્ડિંગ પાસપોર્ટ અરજીઓનો નિકાલ કરવા અને વેઈટિંગ પિરિયડ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા ફેરફારો આગામી ૧૫ જૂનથી અમલમાં મૂકવામાં આવશે, જેનાથી હજારો અરજદારોને મોટી રાહત મળશે.

અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO) દ્વારા પાસપોર્ટ મેળવવા ઈચ્છતા નાગરિકો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કચેરીમાં સતત વધી રહેલી પેન્ડિંગ અરજીઓ અને લાંબા વેઈટિંગ પિરિયડની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નવી અને સરળ વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ અરજદારોના સમયનો બચાવ કરવાનો અને પાસપોર્ટની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો છે.

passport-vtv

પૂછપરછ (Enquiry) માટે 100 ઓનલાઇન એપોઈન્ટમેન્ટ

આ નવી વ્યવસ્થા અંતર્ગત, આગામી 15 જૂનથી તમામ કામકાજના દિવસોમાં દરરોજ પૂછપરછ (Enquiry) માટે ૧૦૦ ઓનલાઇન એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે. આનાથી જે લોકો પોતાની અરજી અંગે મૂંઝવણમાં છે તેઓ સરળતાથી સમય મેળવી શકશે. આ ઉપરાંત, જે અરજદારો પાસે અગાઉથી કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટ નથી, તેમના માટે પણ કચેરીએ ખાસ વ્યવસ્થા કરી છે.

10.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધી

આવા અરજદારો જાહેર રજા સિવાયના કોઈપણ બુધવારે સવારે 10.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધી સીધા જ પાસપોર્ટ કચેરીની મુલાકાત લઈ શકશે અને સંબંધિત અધિકારીને રૂબરૂ મળી શકશે. બુધવારના આ સમયગાળા દરમિયાન મુલાકાત લેવા માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત રહેશે નહીં.

આ પણ વાંચો : PM મોદી આજે દ. ગુજરાતમાં: નિહાળશે L&T પ્લાન્ટમાં ‘જોરાવર’ ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ

તકનીકી રીતે વધુ સગવડ આપતા પાસપોર્ટ કચેરીએ જણાવ્યું છે કે હવે અરજદારોએ નાની માહિતી માટે કચેરી સુધી ધક્કા ખાવાની જરૂર નથી. તેઓ ઘરે બેઠા જ ફોન, ઈમેઈલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (ટ્વિટર) ના માધ્યમથી પોતાની પાસપોર્ટ અરજીનું વર્તમાન સ્ટેટ્સ જાણી શકશે. જોકે, કચેરી દ્વારા એ ખાસ સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ અરજદાર રૂબરૂ મુલાકાત માટે કચેરી પર આવે, ત્યારે તેમણે પોતાની સાથે તમામ અસલ દસ્તાવેજો (Original Documents) અચૂક સાથે રાખવાના રહેશે, જેથી સ્થળ પર જ પ્રક્રિયા પૂરી કરી શકાય. આ નવો નિર્ણય વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકઉપયોગી બનાવશે. વધુ વિગતો માટે મુલાકાત લો: www.passportindia.gov.in

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pending Applications Ahmedabad Passport Office New Appointment System
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ