બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય T20 ટીમને મળ્યો નવો કેપ્ટન, સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને સોંપી કમાન

ક્રિકેટ / ભારતીય T20 ટીમને મળ્યો નવો કેપ્ટન, સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને સોંપી કમાન

Ajitsinh Jadeja

Last Updated: 11:45 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ભારતીય ક્રિકેટમાં ટી20 ટીમની કેપ્ટનશીપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. શ્રેયસ ઐયરને ભારતના ટી20 ટીમના કેપ્ટન બનાવાયા છે.

Cricket News: ભારતીય ક્રિકેટમાં ટી20 ટીમની કેપ્ટનશીપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. શ્રેયસ ઐયરને ભારતના ટી20 ટીમના કેપ્ટન બનાવાયા છે. તે વર્તમાન ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમની કમાન સંભાળશે.

ભારતીય ક્રિકેટમાં એક મોટો ફેરફાર થયો છે. શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે આ જવાબદારી સંભાળી હતી, પરંતુ હવે શ્રેયસ ઐયર ટીમની કમાન સંભાળશે.

કેટલાક સમયથી સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ અને તેના પ્રદર્શન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ટી20 વર્લ્ડ કપ અને ત્યારબાદની મેચોમાં તેનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ નહોતું. વધુમાં તે આઇપીએલમાં પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. આ બધાને ધ્યાનમાં રાખીને ટીમ પસંદગીકારો એટલે કે સિલેક્ટર્સએ નિર્ણય લીધો કે તેમને નવો કેપ્ટન શોધવાની જરૂર પડશે.

શ્રેયસ ઐયર ભારતના આગામી ટી20 કેપ્ટન બનવાનું લગભગ નક્કી છે. તે સૂર્યકુમાર યાદવનું સ્થાન લેશે. જોકે એપેક્સ કાઉન્સિલની ઓનલાઈન બેઠકમાં ટી20 કેપ્ટનશીપના મુદ્દા પર સત્તાવાર રીતે ચર્ચા થઈ ન હતી, પરંતુ ટોચના અધિકારીઓને શ્રેયસ ઐયરને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની ઇચ્છા અંગે જાણ કરવામાં આવી છે. 6 જૂને કેપ્ટનની પસંદગી માટે મળનારી બેઠકમાં તેમની સાથે સલાહ લેવામાં આવશે તેવી શક્યતા છે.

શ્રેયસ ઐયરની પસંદગી કેમ કરવામાં આવી?

શ્રેયસ ઐયર લાંબા સમયથી ભારતીય ક્રિકેટમાં એક વિશ્વસનીય બેટ્સમેન તરીકે જાણીતા છે. તેણે અગાઉ સ્થાનિક ક્રિકેટ અને આઇપીએલમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. તે મેદાન પર સારી વિચારસરણી સાથે રમે છે અને દબાણમાં પણ યોગ્ય નિર્ણયો લે છે. આ ગુણોએ તેમને ટીમ મેનેજમેન્ટની નજરમાં યોગ્ય ઉમેદવાર બનાવ્યો છે.

આગળ શું?

શ્રેયસ ઐયરના કેપ્ટન બન્યા પછી ભારતીય ટી20 ટીમ માટે એક નવા યુગની શરૂઆત મનાય છે. હવે બધાની નજર તેના નેતૃત્વમાં આગામી શ્રેણી અને મોટી ટુર્નામેન્ટમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર રહેશે. વધુમાં ટીમના ખેલાડીઓની પસંદગી અને બેટિંગ ક્રમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

VTV ADD 02

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / ''વિરાટ જેવાં ખેલાડીનું બહાર થવું...'', આખરે કિંગ કોહલીની ઈજા પર ટીમ મેનેજમેન્ટે તોડ્યું મૌન

વૈભવને પણ સ્થાન મળવું નિશ્ચિત

આઇપીએલ 2026 સીઝનમાં ઓરેન્જ કેપ જીતનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ઘણા સમયથી ટીમ ઈન્ડિયા માટે ચર્ચાનો વિષય રહ્યો છે. હવે પસંદગીકારોએ તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લઇ લીધો હોવાનું મનાય છે. સચિન તેંડુલકર પછી વૈભવ સૂર્યવંશી ટીમમાં સામેલ થનાર બીજો ઓછી સૌથી ઓછી ઉમરનો યુવા ભારતીય ખેલાડી બનશે. ટીમ ઈન્ડિયા 26 અને 28 જૂને આયર્લેન્ડમાં ટી20 મેચ રમશે, જ્યારે ઈંગ્લેન્ડ સામે તેઓ 1 થી 11 જુલાઈ દરમિયાન પાંચ મેચની ટી20 શ્રેણી રમશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer India T20I Captain Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ