બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બિહારની હોસ્પિટલમાં આગ, 4નાં મોત, 20થી વધુ દાઝ્યા, ICUની બારી-દરવાજા તોડીને દર્દીઓને બહાર કઢાયા

નેશનલ / બિહારની હોસ્પિટલમાં આગ, 4નાં મોત, 20થી વધુ દાઝ્યા, ICUની બારી-દરવાજા તોડીને દર્દીઓને બહાર કઢાયા

Jinal Chauhan

Last Updated: 07:50 AM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા પ્રસાદ હોસ્પિટલના ICU વોર્ડમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ લાગતા ત્રણ દર્દીઓના મોત થયા છે. આગ બાદ હોસ્પિટલમાં ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો, જ્યારે 20થી વધુ દર્દીઓને બચાવીને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

બિહારના મુઝફ્ફરપુર શહેરમાં આવેલા પ્રસાદ હોસ્પિટલમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સમગ્ર બિલ્ડિંગમાં ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો.

ICU વોર્ડમાં લાગી આગ

માહિતી મુજબ બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICU વોર્ડમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા હોસ્પિટલના અન્ય ભાગોમાં પણ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓમાં ગભરાટ ફેલાયો હતો.પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અધિકારીઓ દ્વારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

20થી વધુ દર્દીઓને બચાવવામાં આવ્યા

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની લગભગ 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.ફાયર કર્મચારીઓએ ICU તેમજ અન્ય વોર્ડોમાં ફસાયેલા દર્દીઓને બારીઓ અને દરવાજા તોડી બહાર કાઢ્યા હતા. 20થી વધુ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, કેટલાક દર્દીઓની હાલત હજુ પણ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

સવારે 3 વાગ્યે મળી આગની જાણ

અગ્નિશામક વિભાગના અધિકારી આર. એન. પાંડેના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 3 વાગ્યે હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ મળી હતી. ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ICU વોર્ડમાં ઘાટો કાળો ધુમાડો ભરાયેલો હતો. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને અનેક દર્દીઓના જીવ બચાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલ સ્ટાફ સામે આક્ષેપ

આ દુર્ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસન સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. એક મૃતક દર્દીના પરિવારજને જણાવ્યું કે તેમના પિતા ICUમાં દાખલ હતા અને આગની ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. કેટલાક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો કે મુશ્કેલીની ઘડીમાં હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની મદદ કરવા બદલે સ્થળ છોડીને ભાગી ગયો હતો.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ દિલ્હી અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી: હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ

તપાસના આદેશ

આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી છે. આગનું ચોક્કસ કારણ, હોસ્પિટલમાં આગ સલામતીના સાધનોની સ્થિતિ અને સંભવિત બેદરકારી અંગે તપાસ બાદ વધુ માહિતી સામે આવશે.આ દુર્ઘટનાએ હોસ્પિટલોમાં આગ સલામતીના નિયમો અને ઇમરજન્સી તૈયારી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prasad Hospital ICU Fire Bihar Hospital Accident Muzaffarpur Hospital Fire
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ