ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / T20 World Cup પહેલા ભારતીય મહિલા ટીમને લાગ્યો જોરદાર ઝટકો, જાણો શું

સ્પોર્ટ્સ / T20 World Cup પહેલા ભારતીય મહિલા ટીમને લાગ્યો જોરદાર ઝટકો, જાણો શું

Published By: Nidhi Panchal

Last Updated: 09:04 AM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. વર્લ્ડ કપ માટેની મહત્વપૂર્ણ તૈયારી માનવામાં આવતી ઈંગ્લેન્ડ સામેની T20I શ્રેણીમાં ભારતને 2-1થી પરાજયનો સામનો કરવો પડ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ છેલ્લી બે મેચમાં પરાજય મળતા શ્રેણી હાથમાંથી સરકી ગઈ છે

ADVERTISEMENT

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. યજમાન ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1થી હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણીને આગામી T20 વર્લ્ડ કપ માટેની મહત્વપૂર્ણ ડ્રેસ રિહર્સલ માનવામાં આવી રહી હતી, પરંતુ નિર્ણાયક મેચમાં મળેલા પરાજયે ભારતીય ટીમની તૈયારીઓ અંગે કેટલાક સવાલો ઉભા કર્યા છે.

womens-cricket-team

શ્રેણીની પ્રથમ મેચ

શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને 38 રને જીત મેળવી હતી. જોકે બીજી મેચમાં ટીમને 26 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક બની હતી, જેમાં ઈંગ્લેન્ડે 6 વિકેટે જીત મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી.

પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડની કેપ્ટન ચાર્લોટ ડીને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને સારી શરૂઆત મળી નહોતી. ટીમે પહેલી વિકેટ 19 રનમાં, બીજી વિકેટ 36 રનમાં અને ત્રીજી વિકેટ 60 રનમાં ગુમાવી દીધી હતી.

કેપ્ટન હરમનપ્રીત કૌરે જવાબદારીભરી ઇનિંગ

મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે જવાબદારીભરી ઇનિંગ રમી હતી. તેમણે 40 બોલમાં 56 રન બનાવીને અંત સુધી અણનમ રહી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યાસ્તિકા ભાટિયાએ 18 બોલમાં 32 રન બનાવ્યા હતા, જ્યારે દીપ્તિ શર્માએ પણ 32 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેમીમાહ રોડ્રિગ્સે 29 રનનું યોગદાન આપ્યું હતું.

Womens-World-Cup-2025-01

180 રનનો મજબૂત સ્કોર

ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી લોરેન બેલે બે વિકેટ ઝડપી હતી, જ્યારે લિન્સે સ્મિથ અને ચાર્લોટ ડીનને એક-એક વિકેટ મળી હતી. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત પણ ખાસ સારી રહી નહોતી. ટીમે પહેલી વિકેટ 14 રનમાં, બીજી વિકેટ 24 રનમાં અને ત્રીજી વિકેટ 38 રનમાં ગુમાવી દીધી હતી. આ સમયે ભારત મજબૂત સ્થિતિમાં દેખાતું હતું.

ભાગીદારી કરીને મેચનો રંગ

પરંતુ ત્યારબાદ એલિસ કેપ્સી અને હીથર નાઈટે શાનદાર ભાગીદારી કરીને મેચનો રંગ બદલી નાખ્યો હતો. એલિસ કેપ્સીએ માત્ર 43 બોલમાં 82 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જ્યારે હીથર નાઈટે 42 બોલમાં 70 રન બનાવ્યા હતા. સોફિયા ડંકલીએ 16 રનનું યોગદાન આપ્યું હતું.

આક્રમણ અસરકારક સાબિત

ભારત તરફથી અરુંધતી રેડ્ડી અને ક્રાંતિ ગૌડે બે-બે વિકેટ ઝડપી હતી, પરંતુ ઈંગ્લેન્ડના બેટરો સામે બોલિંગ આક્રમણ અસરકારક સાબિત થઈ શક્યું નહોતું. ઈંગ્લેન્ડે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પરાજય બાદ ભારતીય મહિલા ટીમ હવે 12 જૂનથી શરૂ થનારી T20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સમયગાળા દરમિયાન ટીમ મેનેજમેન્ટ શ્રેષ્ઠ સંયોજન શોધવાનો પ્રયાસ કરશે જેથી વર્લ્ડ કપમાં મજબૂત પ્રદર્શન કરી શકાય.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન કરશે ભારતની મેજબાની, જુઓ ક્યાં અને ક્યારે રમશે T20 સિરીઝ

હરમનપ્રીત કૌરની ટીમ માટે આ શ્રેણી ઘણા પાઠ શીખવતી સાબિત થઈ છે. ખાસ કરીને મધ્ય ઓવરોમાં બોલિંગ અને મહત્વપૂર્ણ ભાગીદારી તોડવાની ક્ષમતામાં સુધારો કરવાની જરૂરિયાત સ્પષ્ટ જોવા મળી છે. હવે ટીમનું સંપૂર્ણ ધ્યાન T20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ નિરાશાને ભૂલાવવા પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Team India Women Women's T20 World Cup Harmanpreet Kaur

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ