ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / અફઘાનિસ્તાન કરશે ભારતની મેજબાની, જુઓ ક્યાં અને ક્યારે રમશે T20 સિરીઝ

સ્પોર્ટ્સ / અફઘાનિસ્તાન કરશે ભારતની મેજબાની, જુઓ ક્યાં અને ક્યારે રમશે T20 સિરીઝ

Published By: Jinal Chauhan

Last Updated: 02:30 PM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આ વર્ષે પ્રથમ વખત ભારતની મેજબાની કરવા જઈ રહી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ત્રણ મેચોની T20 સિરીઝ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાવાની સંભાવના છે. ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાન હોમ ટીમ હશે, પરંતુ મેચો ભારતની ધરતી પર રમાશે.

ADVERTISEMENT

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ વર્ષે એક અનોખી ક્રિકેટ સિરીઝ રમાવાની છે. ખાસ વાત એ છે કે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાન ભારતની મેજબાની કરશે. જોકે, આ મેચો અફઘાનિસ્તાનમાં નહીં પરંતુ ભારતની રાજધાની નવી દિલ્હીમાં રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝ સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. આ મેચો 13, 16 અને 19 સપ્ટેમ્બરના રોજ રમાવાની સંભાવના છે. જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે રિટર્ન ટૂર માટે સંપર્ક કર્યો હતો. BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સારા સંબંધો હોવાથી બંને બોર્ડ વચ્ચે આ સિરીઝ અંગે સહમતિ બની છે. હવે કેટલીક ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જો આ સિરીઝ દિલ્હીમાં યોજાશે તો દિલ્હી પ્રીમિયર લીગ T20ના શેડ્યૂલમાં પણ ફેરફાર થઈ શકે છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) આ સંભાવનાને ધ્યાનમાં રાખીને પોતાનો કાર્યક્રમ તૈયાર કરી રહ્યો છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ IPL બાદ હવે શરૂ થવા જઇ રહી છે LPL, જુઓ ક્યારથી અને રમશે કેટલા ભારતીય ક્રિકેટરો?

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી ચાલી રહેલી ભૂરાજકીય પરિસ્થિતિને કારણે તેની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના હોમ મેચો ભારત અને યુએઈમાં રમે છે. અગાઉ અફઘાનિસ્તાને ગ્રેટર નોઇડા અને દેહરાદૂનમાં પણ આંતરરાષ્ટ્રીય સિરીઝની મેજબાની કરી હતી. હવે પ્રથમ વખત તે ભારત સામેની સિરીઝમાં ભારતની જ મેજબાની કરતું જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Afghanistan Afghanistan Hosts India T20 Series 2025

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ