બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:02 PM, 1 June 2026
IPL 2026માં ભલે RCBની જીત થઇ હોય પરંતુ આ ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્ટાર રાજસ્થાન રોયલ્સનો 15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો. પોતાની શાનદાર બેટિંગ, જોરદાર રમત અને સતત પ્રદર્શનના કારણે તેણે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ખાસ વાત એ છે કે IPLના ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ ખેલાડીએ એક જ સિઝનમાં એટલા બધા એવોર્ડ જીત્યા છે જેટલા વૈભવ સૂર્યવંશીએ જીત્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીને IPL 2026ની ફાઇનલમાં રમવાની તક મળી નહોતી, છતાં તેણે આખી સિઝનમાં પોતાના પ્રદર્શનના આધારે પાંચ મોટા એવોર્ડ પોતાના નામે કર્યા હતા. તેને ઓરેન્જ કેપ, સૌથી વધુ સિક્સ મારવાનો એવોર્ડ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સીઝન જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા હતા. આ સિદ્ધિએ તેને સિઝનનો સૌથી ફેમસ ખેલાડી બનાવી દીધો.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સે IPL 2025ની મેગા ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને ₹1.10 કરોડમાં ખરીદ્યો હતો અને IPL 2026માં પણ તેને એટલી જ રકમ માટે રિટેન કરવામાં આવ્યો હતો. એટલે કે માત્ર રિટેનરશિપ ફી તરીકે જ તેને ₹1.10 કરોડ મળ્યા હતા. આ ઉપરાંત IPLમાં ખેલાડીઓને મેચ ફી પણ આપવામાં આવે છે. વૈભવે લીગ સ્ટેજની તમામ 14 મેચો રમી હતી, જેના માટે તેને પ્રતિ મેચ ₹7.5 લાખ પ્રમાણે કુલ ₹1.05 કરોડ મળ્યા હતા. ત્યારબાદ તેણે બે પ્લેઓફ મેચોમાં પણ ભાગ લીધો હતો, જેના બદલામાં તેને વધારાના ₹15 લાખ મળ્યા હતા. આ રીતે તેની કુલ મેચ ફી ₹1.20 કરોડ સુધી પહોંચી હતી.

ADVERTISEMENT
ફાઇનલ બાદ મળેલા એવોર્ડ્સે તેની કમાણીમાં વધુ વધારો કર્યો હતો. સમગ્ર સિઝનમાં સૌથી વધુ રન બનાવવા બદલ તેને ઓરેન્જ કેપ સાથે ₹10 લાખનું રોકડ ઇનામ મળ્યું હતું. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ થતાં તેને ₹15 લાખનો ચેક મળ્યો હતો. સૌથી વધુ સિક્સ ફટકારવા બદલ તેને વધુ ₹10 લાખ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન તરીકે પણ તેને ₹10 લાખનું રોકડ ઇનામ મળ્યું હતું.
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીએ સમગ્ર સિઝનમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી હતી, જેના કારણે તેને સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સીઝનનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ સાથે તેને ₹10 લાખનું રોકડ ઇનામ અને ટાટા સીએરા કાર પણ આપવામાં આવી હતી. આ કારના ટોપ મોડલની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹21.29 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કારની કિંમત અંદાજે ₹20 લાખ માનવામાં આવે તો પણ માત્ર એવોર્ડ્સ દ્વારા જ તેની કમાણી ₹70 લાખથી વધુ થઈ જાય છે. આ ઉપરાંત સમગ્ર સિઝન દરમિયાન અનેક મેચોમાં તેણે પ્લેયર ઓફ ધ મેચ, સુપરસ્ટ્રાઇકર ઓફ ધ મેચ અને એક મેચમાં સૌથી વધુ સિક્સ મારવા જેવા એવોર્ડ પણ જીત્યા હતા. આવા એવોર્ડ્સ દ્વારા તેને અંદાજે ₹5 લાખની વધારાની ઇનામી રકમ મળી હતી.
ADVERTISEMENT
જો તેની કુલ કમાણીનો હિસાબ કરવામાં આવે તો રિટેનરશિપ ફી તરીકે ₹1.10 કરોડ, મેચ ફી તરીકે ₹1.20 કરોડ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે ₹15 લાખ, ઓરેન્જ કેપ માટે ₹10 લાખ, સૌથી વધુ સિક્સ માટે ₹10 લાખ, ઇમર્જિંગ પ્લેયર માટે ₹10 લાખ, સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સીઝન માટે ₹10 લાખ અને લગભગ ₹20 લાખની કાર તેમજ વ્યક્તિગત મેચ એવોર્ડ્સ માટે ₹5 લાખ મળીને તેની કુલ કમાણી આશરે ₹3.10 કરોડ સુધી પહોંચી હતી.
આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બોલર બન્યા મંત્રી, લીધા બંગાળ સરકારમાં શપથ
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. તેની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સતત પ્રદર્શનને જોતા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આગામી વર્ષોમાં તે ભારતીય ક્રિકેટનો મોટો સ્ટાર બની શકે છે. IPL 2026 તેની કારકિર્દી માટે એક ઐતિહાસિક સિઝન સાબિત થઈ છે, જેમાં તેણે માત્ર રન જ નથી બનાવ્યા પરંતુ કરોડોની કમાણી સાથે પોતાના નામે અનેક રેકોર્ડ પણ નોંધાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.