બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બોલર બન્યા મંત્રી, લીધા બંગાળ સરકારમાં શપથ

સ્પોર્ટ્સ / ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બોલર બન્યા મંત્રી, લીધા બંગાળ સરકારમાં શપથ

Published By: Jinal Chauhan

Last Updated: 02:52 PM, 1 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર અશોક ડિંડાએ હવે રાજકારણની પિચ પર નવી ઇનિંગ શરૂ કરી છે. ક્રિકેટ મેદાન પર પોતાની ઝડપી બોલિંગથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકનાર ડિંડા હવે પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી તરીકે નવી જવાબદારી સંભાળશે. તેમના મંત્રીપદના શપથ બાદ રમતગમત અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોમવારે કોલકાતાના રાજભવનમાં પશ્ચિમ બંગાળ સરકારના કેબિનેટ વિસ્તરણ દરમિયાન રાજ્યપાલ આર. એન. રવિએ 35 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ વિસ્તરણ બાદ રાજ્ય સરકારમાં કુલ મંત્રીઓની સંખ્યા 41 થઈ ગઈ છે. શપથ લેનારા નેતાઓમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ અશોક ડિંડાનું હતું. ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ડિંડાએ વર્ષ 2021માં પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી તેમણે વિપક્ષના ધારાસભ્ય તરીકે કામ કર્યું હતું.

શપથ બાદ થયા ભાવુક

આ વર્ષે ફરી એકવાર મૈના વિધાનસભા બેઠક પરથી મોટી જીત મેળવ્યા બાદ પાર્ટીએ તેમની મહેનત અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમને સીધા કેબિનેટમાં સ્થાન આપ્યું છે. મંત્રી તરીકે શપથ લીધા બાદ તેમના સમર્થકો અને ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શપથ સમારોહ બાદ મીડિયા સાથે વાત કરતાં અશોક ડિંડા ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે આ પાંચ વર્ષના સંઘર્ષ અને મહેનતનું પરિણામ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષમાં રહેતા સમયે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ashok dinda (1)

ડિંડાના જણાવ્યા મુજબ લોકોને મળવા માટે રેલીઓ યોજવાની પણ મંજૂરી મળતી નહોતી. તેમના વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને અનેક વખત હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલાઓમાં તેઓ પોતે પણ ઘાયલ થયા હતા પરંતુ તેમણે ક્યારેય હાર માની નહોતી. હવે સૌની નજર એ બાબત પર છે કે અશોક ડિંડાને કયું ખાતું સોંપવામાં આવશે. પૂર્વ ક્રિકેટર હોવાના કારણે ઘણા લોકો માની રહ્યા હતા કે તેમને રમતગમત વિભાગ મળી શકે છે. જોકે આ વિભાગ પહેલેથી જ અન્ય મંત્રી પાસે હોવાને કારણે ડિંડાને કોઈ અન્ય મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ ટોપી ઉતારી, હાથ જોડ્યાં..., ઓરેન્જ કેપ મળ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ કેમ આવું કર્યું?

સૂત્રોના જણાવ્યા મુજબ તેમને યુવાનો રમતગમત વિકાસ અથવા અન્ય જાહેર હિત સાથે જોડાયેલા વિભાગોમાંથી કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી શકે છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાં અને માહિતી-સંસ્કૃતિ જેવા મહત્વપૂર્ણ વિભાગો પોતાની પાસે જ રાખી શકે છે.અશોક ડિંડાનું ક્રિકેટમાંથી રાજકારણ સુધીનું આ સફર ઘણા યુવાનો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે. ક્રિકેટ મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ હવે તેઓ રાજકીય ક્ષેત્રમાં લોકોની સેવા કરવા માટે તૈયાર છે. હવે જોવાનું રહેશે કે મંત્રી તરીકે તેઓ પોતાની નવી જવાબદારી કેવી રીતે નિભાવે છે અને રાજ્યના વિકાસમાં શું યોગદાન આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Former India Cricketer West Bengal Cabinet Expansion Ashok Dinda Minister

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ