બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:28 PM, 1 June 2026
IPL 2026માં ભલે રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી નહોતી પરંતુ ટીમના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચી લીધું હતું. માત્ર 16 મેચમાં 776 રન બનાવીને વૈભવ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યા હતા અને તેમણે ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. વૈભવ સૂર્યવંશી આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી પણ બન્યા છે. જોકે વ્યક્તિગત સફળતા મળવા છતાં તેમની ટીમ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે તેઓ ભાવુક જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
IPL 2026ની ફાઈનલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન વૈભવ પણ સ્ટેડિયમમાં હાજર હતા. ફાઈનલના એક દિવસ બાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જે ઝડપથી વાયરલ થઈ ગયો. વીડિયોમાં વૈભવ સૌથી પહેલા પોતાના માથા પરથી ઓરેન્જ કેપ ઉતારે છે અને તેને ટેબલ પર મૂકે છે. ત્યારબાદ તેઓ હાથ જોડીને ઊભા રહે છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘જીતેગા ઈન્ડિયા’ ગીત વાગતું સંભળાય છે. વીડિયોમાં તેમનો ભાવુક અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. ઘણા ચાહકોએ આને તેમની નમ્રતા અને રમત પ્રત્યેના સમર્પણનું પ્રતિક ગણાવ્યું હતું.
ADVERTISEMENT
વૈભવે આ સિઝનમાં માત્ર ઓરેન્જ કેપ જ જીતી નથી પરંતુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેમણે આઈપીએલ 2026 દરમિયાન કુલ 73 છગ્ગા ફટકાર્યા હતા, જે એક જ સિઝનમાં કોઈપણ ખેલાડી દ્વારા ફટકારાયેલા સૌથી વધુ છગ્ગાનો નવો રેકોર્ડ છે. આ પહેલાં આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે 2012ની સિઝનમાં 59 છગ્ગા ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. વૈભવે આ રેકોર્ડને ઘણો પાછળ છોડી દીધો હતો.
ખાસ વાત એ છે કે છગ્ગા મારવાના મામલે વૈભવની આસપાસ પણ કોઈ ખેલાડી નહોતો. આ યાદીમાં બીજા સ્થાને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ રહ્યા હતા, જેમણે સમગ્ર સિઝનમાં 33 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે વૈભવ અને બીજા ક્રમના ખેલાડી વચ્ચે 40 છગ્ગાનો મોટો તફાવત રહ્યો હતો. બીજી તરફ આઈપીએલ 2026નું ખિતાબ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે જીત્યો હતો. ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ વિરાટ કોહલીની અણનમ 75 રનની શાનદાર ઇનિંગના આધારે 2 ઓવર બાકી રહેતા જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અને સતત બીજી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વૈભવે આખી IPL પોતાના નામે કરી, 15 વર્ષની ઉંમરે જીત્યા 5 મોટા એવોર્ડ
ADVERTISEMENT
ટીમ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હોવા છતાં વૈભવ સૂર્યવંશીએ પોતાના શાનદાર પ્રદર્શનથી સમગ્ર સિઝનમાં એક અલગ છાપ છોડી છે. ઓરેન્જ કેપ જીતવાથી લઈને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવવો સુધી, આ સિઝન તેમના માટે યાદગાર રહી છે. હવે ચાહકોને આશા છે કે આગામી સિઝનમાં વૈભવ પોતાની ટીમને ખિતાબ સુધી પહોંચાડવામાં પણ સફળ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.