બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 AM, 1 June 2026
IPL 2026માં ભલે રાજસ્થાન રોયલ્સ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હોય પરંતુ આખી સિઝન દરમિયાન એક જ ખેલાડી સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો જે છે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી. આ યુવા બેટ્સમેને પોતાની વિસ્ફોટક બેટિંગથી માત્ર રેકોર્ડ જ બનાવ્યા નથી, પરંતુ ભારતીય ક્રિકેટના આગામી સુપરસ્ટાર તરીકે પોતાની ઓળખ પણ મજબૂત કરી છે. રાજસ્થાન રોયલ્સનો સફર ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઇટન્સ સામે હાર સાથે સમાપ્ત થયો હતો, પરંતુ વૈભવે છેલ્લી મેચમાં પણ માત્ર 47 બોલમાં 96 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ADVERTISEMENT
સમગ્ર સિઝનમાં વૈભવ સૂર્યવંશીએ 16 ઇનિંગ્સમાં 48.50ની સરેરાશ અને 237.30ના અવિશ્વસનીય સ્ટ્રાઈક રેટ સાથે 776 રન બનાવ્યા હતા. તેમના બેટમાંથી એક સદી અને પાંચ અડધી સદીઓ પણ આવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા IPL 2026ના ફાઇનલ બાદ યોજાયેલી એવોર્ડ સેરેમનીમાં પણ વૈભવનું જ નામ સૌથી વધુ ગુંજતું રહ્યું, કારણ કે તેમણે એક પછી એક અનેક મોટા એવોર્ડ પોતાના નામે કર્યા.
ADVERTISEMENT
વૈભવે સૌથી પહેલા "ઇલેક્ટ્રિક સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન"નો એવોર્ડ જીત્યો. આ એવોર્ડ એવા બેટ્સમેનોને આપવામાં આવે છે જેમણે ઓછામાં ઓછા 7 મેચ રમી હોય અને 100 કે તેથી વધુ બોલનો સામનો કર્યો હોય. વૈભવે 237.30ના સ્ટ્રાઈક રેટ સાથે તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા. તેમના પછી ફિન એલન, પ્રિયાન્શ આર્ય અને અભિષેક શર્માનો નંબર આવ્યો હતો. આ એવોર્ડ સાથે તેમને ટાટા સીએરા કાર ઇનામરૂપે આપવામાં આવી.
ADVERTISEMENT
વૈભવે સમગ્ર સિઝનમાં કુલ 72 છગ્ગા ફટકાર્યા હતા જે IPLના એક જ સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારાયેલા સૌથી વધુ છગ્ગા છે. આ સિદ્ધિ બદલ તેમને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું. આ યાદીમાં બીજા સ્થાને અભિષેક શર્મા 43 છગ્ગા સાથે રહ્યા હતા, જ્યારે રજત પાટીદારે 41 છગ્ગા ફટકાર્યા હતા.

ADVERTISEMENT
આ ઉપરાંત વૈભવને "ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન"નો ખિતાબ પણ મળ્યો. આ એવોર્ડ માટે એવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે જેમનો જન્મ 1 એપ્રિલ 2000 પછી થયો હોય, જેમણે અગાઉ 25થી ઓછા IPL મેચ રમ્યા હોય અને જેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમ્યું હોય. પ્રિયાન્શ આર્ય અને પ્રિન્સ યાદવ જેવા યુવા ખેલાડીઓ પણ આ દોડમાં હતા, પરંતુ વૈભવનું પ્રદર્શન સૌથી શાનદાર રહ્યું.
ADVERTISEMENT
IPL 2026નો સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિગત એવોર્ડ "મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન" પણ વૈભવ સૂર્યવંશીના નામે રહ્યો. તેમણે કુલ 436.5 પોઈન્ટ્સ સાથે આ ખિતાબ જીત્યો, જ્યારે ગુજરાત ટાઇટન્સના ઝડપી બોલર કગિસો રબાડા બીજા સ્થાને રહ્યા. આ એવોર્ડ સાથે વૈભવને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ મળ્યું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ IPL 2026 : ચેમ્પિયન RCB પર થઈ કરોડોની વર્ષા, રનર્સ-અપ ગુજરાત ટાઇટન્સ પણ થઈ માલામાલ
સિઝનના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે વૈભવે ઓરેન્જ કેપ પણ જીતી. તેમના નામે 776 રન રહ્યા હતા. ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ 732 રન સાથે બીજા અને સાઈ સુદર્શન 722 રન સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ઓરેન્જ કેપ ઉપરાંત વૈભવને 10 લાખ રૂપિયાનું વધારાનું ઇનામ પણ મળ્યું.
રાજસ્થાન રોયલ્સ ભલે ચેમ્પિયન બની શકી નહીં હોય, પરંતુ વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક બેટિંગ, રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન અને પાંચ મોટા એવોર્ડ જીતીને IPL 2026ને પોતાના નામે કરી દીધું. માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટને ભવિષ્યનો એક નવો અને મોટો સ્ટાર મળી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.