બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026 : ચેમ્પિયન RCB પર થઈ કરોડોની વર્ષા, રનર્સ-અપ ગુજરાત ટાઇટન્સ પણ થઈ માલામાલ
Last Updated: 05:23 AM, 1 June 2026
IPL 2026 ના ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાત ટાઇટન્સને ધૂળ ચટાડીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત આઇપીએલ ચેમ્પિયન બની ચૂક્યું છે. આ શાનદાર જીત બાદ આરસીબીની આખી ટીમ અને મેનેજમેન્ટ પ્રાઇઝ મનીથી માલામાલ થઈ ગયા છે. આઇપીએલમાં માત્ર ચેમ્પિયન કે રનર્સ-અપ ટીમને જ મોટી રકમ નથી મળતી, પરંતુ પ્લેઓફના તબક્કા સુધી પહોંચનારી ટોપ-4 ની તમામ ટીમો અને આખી સીઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર કરોડો અને લાખો રૂપિયાની ઇનામી રકમનો ભારે વરસાદ થાય છે. આ વર્ષે કઈ ટીમને અને કયા ખેલાડીને કયો એવોર્ડ અને કેટલી રકમ મળી, તેની સત્તાવાર વિગતો સામે આવી ગઈ છે.
ADVERTISEMENT
𝗧𝗵𝗲 𝗺𝗼𝗺𝗲𝗻𝘁. 𝗧𝗵𝗲 𝗴𝗹𝗼𝗿𝘆. 𝗧𝗵𝗲 𝗖𝗵𝗮𝗺𝗽𝗶𝗼𝗻𝘀! 🏆#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/d39Y1gW5DI
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ADVERTISEMENT
રજત પાટીદારના નેતૃત્વમાં સતત બીજી વાર ટ્રોફી ઉપાડનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને વિજેતા તરીકે સત્તાવાર રીતે 20 કરોડ રૂપિયાની અધધ પ્રાઇઝ મની એનાયત કરવામાં આવી છે.
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં હારનો સામનો કરનારી ઉપવિજેતા (રનર્સ-અપ) ગુજરાત ટાઇટન્સની ટીમને પણ નિરાશ થવાની જરૂર નથી. શુભમન ગિલની કપ્તાની વાળી ગુજરાતની ટીમને ઇનામ સ્વરૂપે બરાબર 12.5 કરોડ રૂપિયાની મોટી રકમ મળી છે.
A brilliant season to remember 👏
— IndianPremierLeague (@IPL) May 31, 2026
A phenomenal campaign from Gujarat Titans under Shubman Gill 💙#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT | @ShubmanGill pic.twitter.com/njU26P3Q2Z
ADVERTISEMENT
આઇપીએલના નિયમો અનુસાર ફાઇનલમાં ન પહોંચી શકનારી પરંતુ પ્લેઓફમાં ક્વોલિફાય કરનારી અન્ય બે ટીમોને પણ કરોડો રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે:
ADVERTISEMENT
પેટ કમિન્સની કપ્તાની હેઠળ આ સીઝનમાં ત્રીજા સ્થાન પર સફર અંત કરનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને પ્રાઇઝ મની તરીકે 7 કરોડ રૂપિયાનો ચેક એનાયત કરાયો છે.
ADVERTISEMENT
રિયાન પરાગની કપ્તાનીમાં આ સીઝનમાં ટેબલમાં ચોથા ક્રમે રહીને વિદાય લેનારી રાજસ્થાન રોયલ્સની ટીમને ઇનામી રકમ તરીકે 6.5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
𝘾.𝙃.𝘼.𝙈.𝙋.𝙄.𝙊.𝙉.𝙎 🏆🏆@RCBTweets have done it again ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/ww2zB98Xb8
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ટીમો ઉપરાંત પર્સનલ રેકોર્ડ્સ બનાવવા અને આખી સીઝન દરમિયાન ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કરનારા સ્ટાર ખેલાડીઓ પર પણ એવોર્ડ્સનો વરસાદ થયો છે. આ સીઝનમાં યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ અદભુત પ્રદર્શન કરીને મોટાભાગના એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે:
Swept the field with his skills. Swept the season with awards 🏆
— IndianPremierLeague (@IPL) May 31, 2026
1️⃣5️⃣ years old and already needing a bigger trophy cabinet 👏#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/bIYKIHfgRD
સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ઓરેન્જ કેપ ટ્રોફીની સાથે 10 લાખ રૂપિયાની ઇનામી રકમ મળી છે.
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટો ઝડપીને બોલિંગમાં ટોપ પર રહેનારા ફાસ્ટ બોલર કાગીસો રબાડાને પર્પલ કેપ સાથે 10 લાખ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું છે.
આખી સીઝનમાં બેટિંગ અને ઓવરઓલ પ્રદર્શનથી ટીમ માટે સૌથી ઉપયોગી સાબિત થવા બદલ વૈભવ સૂર્યવંશીને 15 લાખ રૂપિયાની વિશેષ ઇનામી રકમ આપવામાં આવી છે.
વર્ષના સૌથી સર્વશ્રેષ્ઠ યુવા અને ઉભરતા ખેલાડી તરીકેનો એવોર્ડ પણ વૈભવ સૂર્યવંશીએ જીત્યો છે, જેના માટે તેમને 10 લાખ રૂપિયા મળ્યા છે.
આઇપીએલ 2026 ની આખી સીઝનમાં વિરોધી બોલરોના છોતરા ઉડાવીને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ વૈભવ સૂર્યવંશીના નામે રહ્યો છે, જેના માટે તેમને અલગથી 10 લાખ રૂપિયાની ઇનામી રકમ મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.