ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / શ્રીલંકા ટ્રાઈ-સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર,રિયાન પરાગને બદલે આ અનુભવી ખેલાડી લેવાયો

ક્રિકેટ / શ્રીલંકા ટ્રાઈ-સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર,રિયાન પરાગને બદલે આ અનુભવી ખેલાડી લેવાયો

Published By: Nirav Kumar

Last Updated: 06:47 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયા A ટીમ શ્રીલંકામાં ટ્રાઈ સીરીઝ રમવા જશે. એવામાં રિયાન પરાગ ઈજાગ્રસ્ત હોવાથી BCCIએ તેના સ્થાને રુતુરાજ ગાયકવાડને જગ્યા આપી છે અને આ ટ્રાઈ સીરીઝ માટે વાઈસ-કેપ્ટન પણ બનાવ્યો છે.

ADVERTISEMENT

શ્રીલંકામાં યોજાનાર ટ્રાઈ સીરીઝ પહેલા ઇન્ડિયા A ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઈજાગ્રસ્ત રિયાન પરાગ હવે આ ટૂરનો ભાગ રહેશે નહીં. તેના સ્થાને અનુભવી બેટ્સમેન રુતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગાયકવાડને ટીમમાં સામેલ કર્યો છે. સાથે તેમને ટીમના વાઈસ-કેપ્ટન પણ બનાવ્યો છે. ઇન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચેની ટ્રાઈ સીરીઝ 9 જૂનથી શ્રીલંકામાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટને યુવા પ્લેયર્સ માટે પોતાને સાબિત કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ માનવામાં આવે છે.

પહેલા રિયાન પરાગને આ પ્રવાસ માટે ટીમના વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. ઈજા છતાં પરાગે સિઝનની ટીમની અંતિમ મેચોમાં ભાગ લીધો હતો પરંતુ હવે મેડીકલ ટીમની સલાહ મુજબ તેને આરામ અને રીહેબીલીટેશનની જરૂર છે.

VTV DIGITAL

આથી જ પરાગ શ્રીલંકાનો પ્રવાસ કરી શકશે નહીં. તેના સ્થાને રુતુરાજ ગાયકવાડને મોકો આપવામાં આવ્યો છે. જેમાં ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાં સતત સારું પ્રદર્શન કરનાર ગાયકવાડ હવે ઇન્ડિયા A ટીમમાં વાઈસ કેપ્ટન બનશે. પરાગ હાલમાં બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પોતાની ફિટનેસ પર કામ કરશે જ્યાં તેમની રિકવરી અને રીહેબીલીટેશન ચાલુ રહેશે.

વધુ વાંચો : વરસાદમાં ફાઈનલ ધોવાઈ જાય તો શું થશે? મેચ પહેલા જાણી લેજો નિયમ

  • ઇન્ડિયા A ટીમ

તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ-કેપ્ટન), પ્રિયંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન અનુકુલ રોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tri Series India A Ruturaj Gaikwad

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ