ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટમાં હાજર થઈ જેકલીન ફર્નાન્ડીઝ, પોતાને ગણાવી નિર્દોષ

મનોરંજન / 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટમાં હાજર થઈ જેકલીન ફર્નાન્ડીઝ, પોતાને ગણાવી નિર્દોષ

Published By: Pravin Joshi

Last Updated: 10:26 PM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બુધવારે200 કરોડ રૂપિયાના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ હાજર થઈ હતી.

ADVERTISEMENT

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કરોડો રૂપિયાના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસમાં ઘેરાયેલી જેકલીન બુધવારે નવી દિલ્હીની પ્રખ્યાત પટિયાલા હાઉસ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થઈ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન અભિનેત્રીએ ન્યાયાધીશ સમક્ષ પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું અને તપાસ એજન્સી દ્વારા લગાવવામાં આવેલા તમામ ગુનાહિત આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને ફગાવી દીધા હતા. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જેકલીન મીડિયાના તીખા સવાલોના જવાબો આપ્યા વિના જ એરપોર્ટ અને પોતાના ગંતવ્ય તરફ રવાના થઈ ગઈ હતી.

આ સમગ્ર વિવાદ ભારતભરમાં ચર્ચા જગાવનારા હાઈ-પ્રોફાઈલ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. આરોપ છે કે સુકેશે દિલ્હીની જેલની અંદર બંધ હોવા છતાં કાનૂની વ્યવસ્થાને પડકારીને એક મોટા ઉદ્યોગપતિની પત્ની પાસેથી અંદાજે 200 કરોડ રૂપિયાની પ્રચંડ રકમની ખંડણી વસૂલી હતી.

આ મામલાની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ED નો દાવો છે કે સુકેશ ચંદ્રશેખરે આ વસૂલાત કરેલા કાળા નાણાંનો એક બહુ મોટો હિસ્સો જેકલીન ફર્નાન્ડીઝ અને તેના પરિવાર પાછળ આંધળાની જેમ ખર્ચ કર્યો હતો. સુકેશે જેકલીનને આકર્ષવા માટે કરોડો રૂપિયાની કિંમતી અને લક્ઝરી ભેટ-સોગાદો આપી હતી, જેમાં મોંઘીદાટ આયાતી ગાડીઓ, બ્રાન્ડેડ હેન્ડબેગ્સ, હીરાના દાગીના અને અત્યંત કિંમતી વિદેશી પાલતુ પ્રાણીઓ-પક્ષીઓ સામેલ હતા.

ઈડીની ચાર્જશીટ અને જેકલીનની લીગલ ટીમની દલીલો

તપાસ એજન્સી ઇડીએ પોતાની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડીઝને પણ સત્તાવાર રીતે આરોપી બનાવી છે. એજન્સીની કડક દલીલ છે કે જેકલીનને સુકેશના ગુનાહિત ઈતિહાસ અને તેની ખોટી કમાણી વિશે અગાઉથી જ પૂરેપૂરી માહિતી હતી. તેમ છતાં, અભિનેત્રીએ પોતાના અંગત સ્વાર્થ માટે તેની પાસેથી મોંઘા તોહફા લેવાનું ચાલુ રાખ્યું હતું, જે કાનૂની રીતે ગુનો બને છે. બીજી તરફ, કોર્ટમાં જેકલીનની મજબૂત લીગલ ટીમે વળતી દલીલ કરતા જણાવ્યું છે કે અભિનેત્રી આ સમગ્ર મામલામાં તદ્દન નિર્દોષ છે અને તે પોતે સુકેશ ચંદ્રશેખરની રચાયેલી માયાજાળ અને મોટી સાજિશનો શિકાર બની છે. સુકેશે પોતાની અસલી ઓળખ છુપાવીને એક પ્રતિષ્ઠિત અને સામાન્ય બિઝનેસમેન તરીકે જેકલીન સાથે દોસ્તી કરી હતી, જેથી જેકલીનને તેની ગુનાહિત પૃષ્ઠભૂમિની કોઈ જાણ નહોતી.

વધુ વાંચો : 'તારક મહેતા'માં ધુરંધર એક્ટરની એન્ટ્રી, હવે બની જશે વધુ લોકપ્રિય!

આગામી 16 જુલાઈએ ટ્રાયલ, કોર્ટે નક્કી કર્યા આરોપો

પટિયાલા હાઉસ કોર્ટે આ કેસની ગંભીરતાને જોતા મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના મારિયા પૌલ અને અન્ય 14 સહ-આરોપીઓ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનાહિત આરોપો નક્કી કરી દીધા છે. જો કે, જેકલીન સહિતના તમામ આરોપીઓએ કોર્ટ સમક્ષ પોતાને બેકસૂર જાહેર કર્યા છે અને કાનૂની ટ્રાયલનો સામનો કરવાની માંગ કરી છે. કોર્ટે હવે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ ચર્ચિત કેસની આગામી સુનાવણી 16 જુલાઈના રોજ મુકરર કરી છે, જેના પર હવે આખા દેશની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MoneyLaunderingCase SukeshChandrashekhar JacquelineFernandez

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ