બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / હવે વિદેશમાં ભણવાનું સપનું સાકાર થશે! એ પણ વર્લ્ડ બેંક પૂરું કરશે, જુઓ કઇ રીતે

NRI / હવે વિદેશમાં ભણવાનું સપનું સાકાર થશે! એ પણ વર્લ્ડ બેંક પૂરું કરશે, જુઓ કઇ રીતે

Published By: Nirav Kumar

Last Updated: 05:10 PM, 29 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો પૈસાના અભાવે વિદેશ અભ્યાસ માટે જઈ શકતા નથી તેમના માટે એક શાનદાર સ્કોલરશીપ પ્રોગ્રામ શરુ કરાયો છે. જેમાં વર્લ્ડ બેંક અને જાપાન સરકારે એક ખાસ શિષ્યવૃત્તિ ઓફર કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

દર વર્ષે સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા વિદેશ જાય છે. પણ ઊંચી ટ્યુશન ફી, રહેવાનો ખર્ચ અને મુસાફરી ખર્ચના લીધે ઘણીવાર અનેક વિદ્યાર્થીઓના સપનાઓ પુરા થતા નથી. હવે આવા વિદ્યાર્થીઓ માટે રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. જેમાં વર્લ્ડ બેંક અને જાપાન સરકારે એક ખાસ શિષ્યવૃત્તિ ઓફર કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર વિદેશમાં અભ્યાસ કરવા રસ્તો સાફ કરશે.

આ શિષ્યવૃત્તિનું નામ જોઈન્ટ જાપાન/ વર્લ્ડ બેંક ગ્રેજ્યુએટ સ્કોલરશીપ પ્રોગ્રામ છે. તે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે બનેલ છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય એવા યુવાનોને સશક્ત બનાવવાનો છે જેઓ તેમના અભ્યાસ પૂરા કર્યા બાદ તેમના વતનના વિકાસમાં યોગદાન આપવા માંગે છે.

વિદેશમાં અભ્યાસમાં સૌથી મોટો ખર્ચ ટ્યુશન ફી હોય છે. હવે આ સ્કોલરશીપ પ્રોગ્રામમાં લાયક વિદ્યાર્થીઓ માટે માસ્ટર ડિગ્રી માટેની ટ્યુશન ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ સિવાય સ્કોલરશીપમાં મેડીકલ વીમા કવરેજ પણ સામેલ કરાયું છે. મતલબ કે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને આગળ ધપાવતી વખતે ટ્યુશન ફી અથવા મેડીકલ ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નહીં રહે.

આ સ્કોલરશીપની એક વિશેષતા એ પણ છે કે તેમાં માત્ર શૈક્ષણિક ખર્ચ જ નહીં પરંતુ મુસાફરી ખર્ચને પણ આવરી લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ભારતથી તેમના ગંતવ્ય દેશ સુધીની મુસાફરી માટે તેમજ તેમના પરત ફરવા માટે ફ્લાઇટ ટિકિટ આપવામાં આવશે. આ સિવાય 600 ડોલર નું અલગ મુસાફરી ભથ્થું આપવામાં આવશે.

VTV DIGITAL
  • રહેઠાણ અને ફૂડ એક્સપેન્સ

અનેક કિસ્સાઓમાં વિદેશમાં રહેવાનો ખર્ચ ટ્યુશન ફી કરતાં વધી શકે છે. જેથી આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને રહેઠાણ, ફૂડ અને પાઠ્યપુસ્તકો સંબંધિત ખર્ચને આવરી લેવા માટે માસિક નાણાકીય સ્ટાઇપેન્ડ પણ આપશે. જેથી વિદ્યાર્થીઓ નાણાકીય ચિંતાઓના વધારાના તણાવ વગર તેમના શૈક્ષણિક કાર્યો પર ફોકસ કરી શકે છે.

  • કોણ છે પાત્ર?

આ સ્કોલરશીપ માટે અમુક જરૂરી માપદંડો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં અરજદારો ભારત જેવા વિકાસશીલ દેશના નાગરિક હોવા જોઈએ. ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત છે. આ સિવાય અરજી કરતી વખતે ઉમેદવાર વિકાસ સંબંધિત ક્ષેત્રમાં કાર્યરત હોવો જોઈએ. છેલ્લા 6 વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો કાર્ય અનુભવ પણ ફરજિયાત છે અને ઉમેદવાર પાસે આ સ્કોલરશીપ કાર્યક્રમમાં ભાગ લેતી યુનિવર્સિટીઓમાંથી એકમાંથી પ્રવેશ ઓફર મળેલી હોવી જોઈએ.

  • વતનની પરત ફરી કરવું પડશે કામ

આ વિશ્વ બેંક સ્કોલરશીપની સૌથી અનોખી શરત એ છે કે તેમનો અભ્યાસ પૂરો કર્યા પછી ઉમેદવારે તેમના વતન પાછા ફરવું જરૂરી છે. ઉમેદવારે ખાતરી આપવી પડશે કે તેઓ વિદેશમાં મેળવેલા જ્ઞાન અને અનુભવનો ઉપયોગ તેમના પોતાના રાષ્ટ્રના વિકાસ માટે કરશે.

પસંદગી પ્રક્રિયા

આ સ્કોલરશીપ માટે પસંદગી માત્ર શૈક્ષણિક સ્કોર્સ પર આધારિત નહીં રહે. ઉમેદવારના વ્યાવસાયિક કાર્ય અને તેમના બૌદ્ધિક દૃષ્ટિકોણને સમાન વેઈટેજ આપવામાં આવશે. આ સિવાય વિવિધ ભૌગોલિક પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓ અને ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

વધુ વાંચો : વિઝા વેલિડ, છતાંય કેમ ભારતીયોને ડિપોર્ટ કરી રહ્યો છે આ દેશ? કારણ ચોંકાવનારું

  • અરજી કરવાની છેલ્લી તારીખ

આ સ્કોલરશીપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 મે નક્કી કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પહેલા આ પ્રોગ્રામમાં ભાગ લેતી યુનિવર્સિટીઓમાંથી એકમાં પ્રવેશ મેળવવો જરૂરી છે. ત્યાર બાદ જ તેઓ સ્કોલરશીપ માટે અરજી કરવા માટે પાત્ર બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Japanese government Selection Process scholarship Program

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ