ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સરથાણામાં રસ્તા પર બેફામ રીતે કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ થયો, પોલીસ લેશે એક્શન?
Last Updated: 11:14 PM, 3 June 2026
ADVERTISEMENT
સુરત શહેરમાં બેદરકાર અને નશાની હાલતમાં વાહન હંકારીને અકસ્માત સર્જવાના બનાવો સતત ચિંતાનો વિષય બની રહ્યા છે. તેવામાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં ફરી એકવાર નશામાં ધૂત કારચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
બે બાઈક સહિત કુલ પાંચ વાહનોને અડફેટે લીધા
ADVERTISEMENT
માહિતી અનુસાર, ઇલેક્ટ્રિક કાર ચલાવતા વિજય નામના વ્યક્તિએ કાર પરનો કાબૂ ગુમાવતા પહેલા બે બાઈક સવારને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર આગળ વધીને અન્ય એક કાર સાથે પણ જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બન્ને બાઈક અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT
કાર ચાલકનેલોકોએ મેથીપાક ચખાડ્યો
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક નજરે કારચાલક દારૂના નશામાં હોવાનું જણાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ ચાલકને કારમાંથી બહાર કાઢી તેની ધોલાઈ કરી હતી. સાથે જ અકસ્માત સર્જનાર કારના કાચ પણ તોડી નાખ્યા હતા.
ADVERTISEMENT

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ADVERTISEMENT
અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ટોળાના મારને કારણે આરોપી ચાલકને પણ ઇજાઓ પહોંચી હોવાથી તેને પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
રાહદારીઓમાં ભયનો માહોલ
સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, જો સમયસર કાર રોકાઈ ન હોત તો વધુ મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. વિસ્તારમાં મહિલાઓ અને પરિવારજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલ આઝાદ, અઢી વર્ષ બાદ જેલની બહાર આવ્યો
પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી
ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરીને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવ્યા હતા. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ તે ખરેખર નશાની હાલતમાં હતો કે નહીં તેની તબીબી તપાસ પણ કરાવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, તપાસના અહેવાલ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.