ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'બહેન સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે' વાવમાં યુવકે દારૂમાં નશાની ગોળીઓ નાખી ટૂંપો આપી દોસ્તની કરી હત્યા

ક્રાઈમ / 'બહેન સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે' વાવમાં યુવકે દારૂમાં નશાની ગોળીઓ નાખી ટૂંપો આપી દોસ્તની કરી હત્યા

Published By: Hiralal Parmar

Last Updated: 09:30 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ-થરાદમાં એક યુવકે પ્રેમસંબંધ રાખવા બદલ તેના મિત્રની હત્યા કરી નાખી હતી.

ADVERTISEMENT

વાવમાં પ્રેમ સંબંધમાં મિત્રે મિત્રની હત્યા કરી નાખી હતી. વાવ પોલીસ મથકે બે લોકો સામે નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે. અશોક ઠાકોર નામના યુવાનને આરોપીની બહેન સાથે પ્રેમસંબંધ હતો આ વાતનો ખાર રાખીને આરોપી યુવકે અશોક ઠાકોરની હત્યા કરી નાખી હતી. અશોક ઠાકોરને દારુમાં નશાની ગોળીઓ નાખીને તેનું ગળું દબાવી દીધું હતું. પોલીસે આરોપીઓ મહેશ ઠાકોર અને કિરણ ઠાકોર સામે ગુનો નોંધ્યો છે.

લાશને ઢાળિયામાં લટકાવી દીધી

હત્યાને કુદરતી કે આત્મહત્યાનો રંગ આપવા માટે આરોપીઓએ મૃતદેહને શર્ટ વડે ઢાળિયામાં લટકાવી દીધો હતો. જોકે, મૃતકના પગ જમીનને અડેલા અવસ્થામાં હોવાથી પરિવારજનોએ શરૂઆતથી જ આત્મહત્યાની થિયરી સામે ભારે શંકા વ્યક્ત કરી હતી.

મહેશ ઠાકોર અને કિરણ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો

ઘટનાની જાણ થતા જ વાવ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદને આધારે મુખ્ય આરોપી મહેશ ઠાકોર અને કિરણ ઠાકોર વિરુદ્ધ હત્યા અને ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News vav

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ