ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VIDEO : 'ગર્લફ્રેન્ડ રાખવામાં ખોટું નથી પરંતુ છોકરીને મા બનાવીને ફેંકી ના દો', રાજ્યપાલ આનંદીબેન પટેલ
Last Updated: 07:20 PM, 22 October 2026
ADVERTISEMENT
આજના સમયમાં પ્રેમને નામે છોકરીઓ સાથે રમત રમતાં યુવાનોને એક અમૂલ્ય શીખામણ મળી છે જે તેમને ગાંઠે બાંધવા જેવી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુરુવારે વિદ્યાર્થીઓને એક મોટો પાઠ આપ્યો. મહર્ષિ યુનિવર્સિટી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સાતમા દીક્ષાંત સમારોહ દરમિયાન આનંદીબેન પટેલે યુવાનોને સંબંધોની જવાબદારી સમજવા અને આત્મનિર્ભર બનવાની સલાહ આપી. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું ગર્લફ્રેન્ડને લઇને આપેલું નિવેદન ચર્ચામાં, રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું ગર્લફ્રેન્ડ રાખવામાં કંઈ ખોટું નથી પરંતુ છોકરીને મા બનાવીને તેને ફેંકી ના દો #AnandibenPatel #UttarPradesh #ViralStatement #SocialIssue #IndiaNews #VTVDigital https://t.co/AsGMlixkX1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 22, 2026
છોકરીને 13 કે 14 વર્ષની ઉંમરે ન ત્યજી દો
ADVERTISEMENT
રાજ્યપાલે કહ્યું કે ગર્લફ્રેન્ડ રાખવામાં કંઈ ખોટું નથી. જો હોય તો તેની સાથે લગ્ન કરો. છોકરી માતા બન્યા પછી તેને ત્યજી દેવી ખોટું છે. 13 કે 14 વર્ષની ઉંમરે છોકરીને ત્યજી દેવી ખોટું છે. યુવાનોએ પહેલા આત્મનિર્ભર બનવું જોઈએ. તેમણે કહ્યું કે યુવાનોએ પહેલા પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ અને આત્મનિર્ભર બનવું જોઈએ જેથી તેઓ ભવિષ્યમાં પોતાના પરિવારની જવાબદારી ઉપાડી શકે.
શોખ ખાતર અથવા નાની ઉંમરે સંબંધોમાં પ્રવેશ કરવો એ ખોટું
ADVERTISEMENT
રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફક્ત શોખ ખાતર અથવા નાની ઉંમરે સંબંધોમાં પ્રવેશ કરવો, તેમને અધવચ્ચે જ છોડી દેવા અથવા જવાબદારીઓથી દૂર રહેવું ખોટું છે. કોઈપણ સંબંધમાં પ્રવેશતા પહેલા માનસિક પરિપક્વતા અને ભવિષ્ય વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે. તેમણે યુવાન માતા બનવાની જવાબદારીઓ અને સંબંધો પર પણ વાત કરી હતી. યુવાનોએ તેમના નિર્ણયો અને તેમના પરિણામો માટે જવાબદાર રહેવું જોઈએ.
કુલ 2,279 વિદ્યાર્થીઓને ડિગ્રી
ADVERTISEMENT
મહર્ષિ યુનિવર્સિટી ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીના સાતમા દીક્ષાંત સમારોહમાં કુલ 2,279 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. આમાંથી 20 વિદ્વાનોએ પીએચડી ડિગ્રી, 324એ અનુસ્નાતક ડિગ્રી અને 1,612એ સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત, 323 વિદ્યાર્થીઓએ ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. દીક્ષાંત સમારોહ માટે યુનિવર્સિટી કેમ્પસમાં એક મિની-એક્સ્પો પણ યોજવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.