ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તબિયત લથડતાં હોસ્પિટલ લઈ ગયા, તપાસમાં ગર્ભવતી નીકળી સગીરા, પછી આવ્યું 'ભયાનક સત્ય'

પોરબંદર / તબિયત લથડતાં હોસ્પિટલ લઈ ગયા, તપાસમાં ગર્ભવતી નીકળી સગીરા, પછી આવ્યું 'ભયાનક સત્ય'

Published By: Hiralal Parmar
Reported By: Jay Thanki

Last Updated: 03:25 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

પોરબંદરમાં ખેતમજૂર પરિવારની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી જિતેન્દ્ર સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. તબિયત લથડતાં સગીરાને પરિવાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોકટર તપાસમાં સગીરા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતાં પરિવાર ચોંકી ગયો હતો. ડોકટર તપાસમાં સગીરા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ગત 19 જુલાઈની રાત્રે દુષ્કર્મ આચરાયાનો આક્ષેપ થયો હતો.

ડોક્ટરની તપાસમાં ગર્ભવતી હોવાનું સામે આવ્યું

પ્રાથમિક વિગતો મુજબ ભોગ બનનાર કિશોરીની ઉંમર આશરે 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પીડિતાના પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ સગીરા પર જાતીય હુમલો કરી દુષ્કર્મ આચર્યું હતું.આ કથિત ગુનાના પરિણામે સગીરા ગર્ભવતી બની હોવાનો ખુલાસો તબીબી તપાસ દરમિયાન સામે આવ્યો હતો.

આરોપી જિતેન્દ્ર સોલંકીની ધરપકડ

બગવદર પોલીસ મથકમાં POCSO એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપી જિતેન્દ્ર સોલંકીની ધરપકડ કરી છે.

વધુ વાંચો : અમદાવાદમાં અપહરણ કરી વેપારી પાસેથી 34 લાખની લૂંટ, ગાંધીનગર પાસે ફેંકી લૂંટારુઓ ફરા

અમદાવાદમાં પણ 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ

શહેરના વાડજ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને યુવકે લગ્ન કરવાની લાલચ આપી બે વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર તેને હોટલમાં લઈ જઈ તેની સાથે કુકર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને તમે નીચી જાતિના છો હવે લગ્ન નહીં થાય એમ કહી દીધું હતું, જેથી આ બાબતે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

porbandar porbandar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ