ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / દશેરા બાદ પણ DA-DRમાં વધારો નહીં, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને હજુ કેમ જોઈ રહ્યા છે રાહ?
7 ફોટો ગેલેરી
Last Updated: 03:26 PM, 22 October 2026
1/7
2/7
જેમાં દેશભરના આશરે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026થી લાગુ થનારા DA અને DRના નવા દરની રાહ જોઈ રહ્યા છે. આ વખતે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3 ટકાનો વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સરકાર આ વધારાને મંજૂરી આપે તો હાલનો 60 ટકા DA વધીને 63 ટકા થઈ શકે છે. જોકે આ અંગે સરકારે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. જેની જાહેરાત ક્યારે થશે અને વધારાની રકમ ક્યારથી ચૂકવાશે તે પણ સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
3/7
કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરમાં સુધારો કરે છે. આ ફેરફાર સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે. જોકે નવી જાહેરાત થવામાં મોડું થઈ શકે છે અને વધારાની રકમ પછીથી ચૂકવવામાં આવી શકે છે. આ વર્ષે અગાઉ 18 એપ્રિલે સરકારે DA અને DRમાં 2 ટકાનો વધારો મંજૂર કર્યો હતો. તેના કારણે દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. આ વધારો 1 જાન્યુઆરી, 2026થી લાગુ કરવામાં આવ્યો હતો. હવે જુલાઈથી લાગુ થનારા નવા હપ્તાની જાહેરાત બાકી છે. દશેરા આસપાસ નિર્ણય આવવાની આશા હતી પરંતુ 21 ઓક્ટોબર સુધી પણ સરકાર તરફથી કોઈ ઓફીશીયલ જાહેરાત થઈ નહોતી.
4/7
DA અને DRના બાકી વધારાને લઈને કર્મચારી સંગઠનો દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોના સંગઠને બાકી હપ્તો વહેલી તકે જાહેર કરવાની માગ કરી હતી. જોકે સરકાર તરફથી જાહેરાતમાં વિલંબ થવાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. આગામી હપ્તાને મંજૂરી આપવા માટેની ચોક્કસ તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
5/7
DAમાં વધારો થવાથી કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગારમાં વધારો થાય છે, જ્યારે DR વધવાથી પેન્શનરોને મળતી રકમમાં વધારો થાય છે. જો 3 ટકાનો સંભવિત વધારો મંજૂર થાય, તો બંને વર્ગને રાહત મળી શકે છે. અસલી લાભ કર્મચારીના બેઝીક સેલરી કે પેન્શનની રકમ પર આધારિત રહેશે. જો નવો દર 1 જુલાઈ, 2026થી લાગુ કરવામાં આવે, તો નિયમો અનુસાર કર્મચારીઓ અને પેન્શનરોને અગાઉના મહિનાઓના બાકી નાણાં એટલે કે એરિયર્સ પણ મળી શકે છે. જોકે એરિયર્સની ગણતરી, ચુકવણીનો સમય અને અંતિમ વધારાનો દર સરકારના આદેશ બાદ જ સ્પષ્ટ થશે.
6/7
દશેરા પસાર થઈ ગયો હોવા છતાં DA-DR વધારા અંગે કોઈ અંતિમ નિર્ણય સામે આવ્યો નથી. આથી હવે કર્મચારીઓ અને પેન્શનરોની આશા દિવાળી પહેલાં સરકાર તરફથી જાહેરાત થાય તેના પર ટકેલી છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે 3 ટકાનો વધારો હાલમાં માત્ર સંભવિત છે, મંજૂર થયેલો વધારો નથી.
ADVERTISEMENT
7/7
સરકાર દ્વારા 22 એપ્રિલ 2026ના રોજ મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના પગલે DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. આ પહેલાં 6 ઑક્ટોબર 2025ના રોજ 3 ટકાના વધારા સાથે DAનો દર 55 ટકાથી વધીને 58 ટકા થયો હતો. 2 એપ્રિલ 2025ના રોજ 2 ટકાનો વધારો કરીને DA 53 ટકાથી 55 ટકા કરવામાં આવ્યો હતો, જ્યારે 21 ઑક્ટોબર 2024ના રોજ 3 ટકાના વધારા સાથે તે 50 ટકાથી વધીને 53 ટકા થયો હતો. 12 માર્ચ 2024ના રોજ 4 ટકાનો વધારો થતાં DAનો દર 46 ટકાથી વધીને 50 ટકા થયો હતો. એ જ રીતે 20 ઑક્ટોબર 2023ના રોજ 4 ટકાના વધારા સાથે DA 42 ટકાથી 46 ટકા થયો હતો અને 3 એપ્રિલ 2023ના રોજ વધુ 4 ટકાનો વધારો થતાં તે 38 ટકાથી વધીને 42 ટકા થયો હતો. 3 ઑક્ટોબર 2022ના રોજ 4 ટકાના વધારા સાથે DAનો દર 34 ટકાથી 38 ટકા થયો હતો, જ્યારે 31 માર્ચ 2022ના રોજ 3 ટકાના વધારા સાથે તે 31 ટકાથી 34 ટકા થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
9 ફોટોઝ
Ketu Gochar 2026 / દિવાળી બાદ 6 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય, જાણો કોને થશે ફાયદો!
ટોપ સ્ટોરીઝ