ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ઉંમર નહીં ફિટનેસ.. રોહિત અને કોહલી માટે વર્લ્ડ કપના દરવાજા ખુલ્લા, BCCI અધ્યક્ષનું મોટું નિવેદન
Last Updated: 11:10 PM, 21 October 2026
ADVERTISEMENT
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરનાર ભારતીય ટીમનો મહત્ત્વનો ભાગ રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીના ક્રિકેટ ભવિષ્યને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ મિથુન મન્હાસે સ્પષ્ટ કર્યું છે કે આગામી ક્રિકેટ વર્લ્ડ કપ 2027માં રમવા માટે ખેલાડીઓની ઉંમર નહીં પરંતુ તેમની ફિટનેસ અને શાનદાર પ્રદર્શન જ મુખ્ય આધાર બનશે. એક જાણીતા સ્પોર્ટ્સ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં મિથુન મન્હાસે જણાવ્યું હતું કે જો કોઈ ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ છે, સતત શાનદાર રમતનું પ્રદર્શન કરી રહ્યો છે અને દેશ માટે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે, તો માત્ર ઉંમરના ધોરણે તેને ટીમમાંથી બહાર ન કરી શકાય. આ નિવેદનને કારણે બંને દિગ્ગજ ખેલાડીઓના આગામી વર્લ્ડ કપમાં રમવાની સંભાવનાઓ પ્રબળ બની છે.
ADVERTISEMENT

વર્ષ 2027ના ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટ વખતે રોહિત શર્માની ઉંમર 40 વર્ષ અને વિરાટ કોહલીની ઉંમર 38 વર્ષની થઈ જશે. નોંધનીય છે કે આ બંને ખેલાડીઓ ટી-20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, પરંતુ તેઓ હજુ પણ વન-ડે ક્રિકેટમાં સક્રિય છે. ભૂતકાળમાં રોહિત શર્માના ખરાબ ફોર્મને કારણે તેમના વન-ડે કરિયર પર સવાલો ઉઠ્યા હતા, જોકે લોર્ડ્સ મેદાન પર રમાયેલી સદીએ તેમની આલોચનાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. બીજી તરફ, વિરાટ કોહલી વન-ડે ફોર્મેટમાં સતત રન બનાવવામાં સફળ રહ્યા છે. હવે આગામી ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં પણ આ બંને ખેલાડીઓના પ્રદર્શન પર તમામ ક્રિકેટ રસિકોની મીટ નભેલી રહેશે.
ADVERTISEMENT

બીસીસીઆઈ અધ્યક્ષે કેપ્ટન શુભમન ગિલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા અનુભવી ખેલાડીઓની ઉપસ્થિતિ કેપ્ટન ગિલ માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. શુભમન અગાઉ ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળી ચૂક્યા છે અને ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનો પણ અનુભવ ધરાવે છે. મિથુન મન્હાસના મતે ભારતીય ટીમમાં જવાબદારીઓનું યોગ્ય વિભાજન હોવું અનિવાર્ય છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ વિભાગની આગેવાની સંભાળી શકે છે, જ્યારે અન્ય સિનિયર ખેલાડીઓ પણ મોટી જવાબદારીઓ ઉઠાવી શકે છે. આ તમામ અનુભવી ખેલાડીઓની ઉપસ્થિતિ શુભમન ગિલને મોટા ટૂર્નામેન્ટ્સમાં નિર્ણયો લેવામાં મદદ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મનોરંજન / અક્કીના ઘરે બુલેટપ્રુફ કાચ, સલમાનના ઘર બહાર કમાન્ડો તૈનાત, મુંબઈ પોલીસ હાઈ એલર્ટ
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં ટીમ પાંચ ટી-20, પાંચ વન-ડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ પ્રવાસ દરમિયાન વન-ડે શ્રેણી 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી રમાવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2027ના વર્લ્ડ કપ પહેલા આ પ્રવાસ ટીમ કોમ્બિનેશન અને ખેલાડીઓની ક્ષમતાને ચકાસવા માટે એક સોનેરી તક પૂરી પાડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Womens T20 World Cup / ICCએ જાહેર કર્યું U19 મહિલા T20 વર્લ્ડકપ 2027નું શેડ્યૂલ, આ તારીખે ભારતની પ્રથમ મેચ