ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાપીમાં વિધર્મીએ ગરબા સ્થળને ‘ગર્ભવતી પંડાલ' કહેતી પોસ્ટ મૂકી, યુવકે જવાબ આપ્યો તો ઘર પર પથ્થરમારો

ક્રાઈમ / તાપીમાં વિધર્મીએ ગરબા સ્થળને ‘ગર્ભવતી પંડાલ' કહેતી પોસ્ટ મૂકી, યુવકે જવાબ આપ્યો તો ઘર પર પથ્થરમારો

Published By: Hiralal Parmar
Reported By: Dipak Gamit

Last Updated: 06:06 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપી જિલ્લાના સોનગઢમાં નવરાત્રી મહોત્સવને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને પગલે વિવાદ સર્જાયો છે.

ADVERTISEMENT

તાપી જિલ્લાના સોનગઢમાં નવરાત્રી મહોત્સવને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને પગલે વિવાદ સર્જાયો છે. નવરાત્રી મહોત્સવને લઈને એક યુવકે કથિત રીતે વાંધાજનક કોમેન્ટ કરતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ ગૌરવ ચૌધરી નામના યુવકે આપેલા જવાબને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો અને પથ્થરમારા સુધી પહોંચ્યો હતો.

vbid

‘ગર્ભવતી પંડાલ' નામની પોસ્ટ મૂકતા ભારે રોષ

સોનગઢમાં નવરાત્રી મહોત્સવને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. નવરાત્રી સંબંધિત પોસ્ટ પર એક યુવકે કથિત રીતે ‘ગર્ભવતી પંડાલ’ એવો ઉલ્લેખ કરતી પોસ્ટ મૂકતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. આ દરમિયાન ગૌરવ ચૌધરી નામના યુવકે આ પોસ્ટના જવાબમાં કોમેન્ટ કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો હોવાની ચર્ચા છે. હિન્દુ સંગઠનના આક્ષેપ મુજબ, ગૌરવ ચૌધરીની કોમેન્ટને લઈને કેટલાક લોકોએ તેના ઘર પર પથ્થરમારો કર્યો હતો. પોલીસની હાજરીમાં ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો પણ હિન્દુ સંગઠન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરતાં પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ આરોપીઓ સામે કડક પગલાં નહીં લેવામાં આવે તો સોનગઢ નગરને અચોક્કસ મુદત માટે બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

મેં જ્યારે સોશિયલ મીડિયા ખોલ્યું ત્યારે તેમાં વિધર્મીએ હિંદુ ધર્મની લાગણી દુભાય એવી કોમેન્ટ કરી હતી. પોસ્ટ એવી હતી કે ગર્ભવતી પંડાલ અને નીચે 3-4 હિંદુ છોકરીઓનો ફોટો લગાડાયો હતો. આ જોઈને મેં પણ સામે પ્રહાર કરતી કોમેન્ટ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે વ્યારાના કોઈ શખ્સે એ પેજ પર મારી કોમેન્ટ જોઈ અને મને મળવા આવ્યો અને દલીલો કરી ત્યાર બાદ 50-60 લોકોનું ટોળું આવ્યું અને મારા ઘર પર પથ્થરમારો કર્યો.
gaurav

ગૌરવ ચૌધરી

પથ્થર મારનો ભોગ બનનાર.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે

સોનગઢ નગરમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તો બીજી તરફ પથ્થર મારાના ભોગ બનનારના પિતાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે પથ્થરમારો કરનાર ઇસમો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે, અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી 10 જેટલા ઈસમો ની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સોનગઢમાં સર્જાયેલી તંગદિલીભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે.

પોલીસની ચાંપતી નજર

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, હિન્દુ સંગઠનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર શરૂ થયેલો આ વિવાદ આગામી સમયમાં શું વળાંક લે છે તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tapi tapi news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ