ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, બે લાખ રોકડા-32 તોલા દાગીના પડાવી લીધા
Last Updated: 03:51 PM, 21 October 2026
ADVERTISEMENT
આજકાલ ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર દેખાડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છોકરીઓ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બનાવતી હોય છે પરંતુ ફ્રેન્ડ બનાવવામાં ક્યારેક તેનું બધું લૂંટાઈ જતું હોય છે.
ADVERTISEMENT
અંગત ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીનેે બ્લેકમેઇલ કરી
વલસાડ જિલ્લાના ડુંગરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે... એટલું જ નહીં, સગીરાના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેઇલ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.
ADVERTISEMENT
બે લાખ રોકડા-32 તોલા સોનાના દાગીના પડાવ્યાં
આરોપી ધુવિલ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ 17 વર્ષીય સગીરા સાથે વલસાડની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બદનામ કરવાની ધમકી આપી સગીરા પાસેથી બે લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 32 તોલાથી વધુ સોનાના દાગીના પડાવી લેવામાં આવ્યા. હવે ડુંગરી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : સાડી પહેરીને IPS અંકિતા શર્માએ ચલાવી AK-47, વાયરલ થયો ધમાકેદાર વીડિયો
ભાંડો કેવી રીતે ફૂટ્યો?
ADVERTISEMENT
ઘરના રીનોવેશન દરમિયાન દાગીના અને રોકડ ગાયબ થતા પરિવારને ખબર પડી. સગીરાએ માતાને બધી વાત જણાવી. પીડિતાની માતાની ફરિયાદના આધારે, ડુંગરી પોલીસે આરોપી ધુવિલ પટેલ વિરુદ્ધ પોક્સો અને BNS કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.