ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરમતી જેલમાં કેદીઓ સુધી કેવી રીતે પહોંચે છે મોબાઈલ? ટાઈગર પર હુમલો કરાવનાર લોરેન્સ પણ અહીં જ ભોગવી રહ્યો છે સજા
Last Updated: 02:03 PM, 21 October 2026
ADVERTISEMENT
સાબરમતી સેન્ટ્રલ જેલની ઊંચી દીવાલો પાછળ એવું તો શું ચાલી રહ્યું છે કે બોડી સ્કેનર અને 5-જી જામર જેવી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં કેદીઓ સુધી મોબાઈલ ફોન પહોંચી જાય છે? ટાઈગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ ફરી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલી એક ઘટનાએ જેલની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ર૦ર૬માં લોરેન્સે મોબાઈલ મેળવવા માટે એક જેલ સિપાહીને ૧૬ લાખ રૂપિયાના હવાલાનો ઉલ્લેખ ધરાવતી ચિઠ્ઠી આપી હતી. ચિઠ્ઠીની જાણ જેલ એસપીને થતાં સિપાઈ સામે કાર્યવાહી થઈ હોવાનું પણ થઈ હતી, જોકે આ સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવ્યું હતું. સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા વચ્ચે મોબાઈલનો ખેલ ચાલે છે કેવી રીતે? શું જેલની અંદર કોઈ એવું ગુપ્ત નેટવર્ક સક્રિય છે, જેની મદદથી ગેંગસ્ટર્સ બહારની દુનિયા સાથે સંપર્ક જાળવી રાખે છે? ભૂતકાળમાં વિશાલ ગોસ્વામી સહિતના કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવવાની ઘટનાઓએ આ રહસ્યને વધુ ઘેરું બનાવ્યું છે. જેલની દીવાલો પાછળ છુપાયેલું આ રહસ્ય ઉકેલવા માટે હવે મોબાઈલ ક્યાંથી આવ્યો, કોના હાથમાંથી પસાર થયો અને સુરક્ષાની કઈ કડી નબળી પડી તે તપાસવું જરૂરી બન્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની જેલ તેમજ સબ જેલોમાં આવી જ રીતે નેટવર્ક ચાલે છે
ADVERTISEMENT

ADVERTISEMENT
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામનો કેદી ભાવેશ કડુસકર ઇલેક્ટ્રિક રૂમમાં પડદા પાછળ છુપાઈને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે જેલરે તેને ઝડપી લીધો હતો. ઇન્ચાર્જ જેલર મોહસીન ખાન પઠાણને ખાનગી બાતમી મળી હતી કે જેલ વિભાગ-રમાં એક કેદી મોબાઈલથી વાતચીત કરે છે. તેઓ જેલ સિપાઈ સંજય મકવાણા અને અફઝલ સાંધ સાથે તપાસ માટે પહોંચ્યા હતા. શરૂઆતમાં રૂમમાં કોઈ દેખાયું નહોતું, પરંતુ પડદાની નીચેથી પગ દેખાતાં તપાસ કરતાં ભાવેશ પકડાયો હતો. તેની પાસેથી મોબાઈલ, સિમકાર્ડ અને તમાકુની ૧૮ પડીકી મળી આવી હતી. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યો અને અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તેની તપાસ જરૂરી બની છે.
ADVERTISEMENT
ખંડણીના કેસમાં સજા પામેલા ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની ખોલીની છતમાંથી અગાઉ આઈફોન સહિત બે મોબાઈલ, બે સિમકાર્ડ, મેમરીકાર્ડ અને ચાર્જર મળી આવ્યાં હતાં. તપાસ દરમિયાન છતના તૂટેલા ભાગમાં પાતળી સોટીથી બાંધેલો ડબો મળ્યો હતો. વિશાલને પ૦ લાખ રૂપિયાની ખંડણીના કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અગાઉ પણ તે જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો પર્દાફાશ થયો હતો. વર્ષ ર૦૧૯માં વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાના મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ કરી હતી. વિશાલ પાસેથી વારંવાર મોબાઈલ મળવાની ઘટનાઓ જેલની સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભા કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માહિતી અધિકાર હેઠળ મળેલી વિગતો અનુસાર વર્ષ ર૦ર૦થી ર૦રપ દરમિયાન દિલ્હીની તિહાર જેલમાં ર૮પ દરોડામાં કુલ ૩પ૦ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા, તેમાંથી ર૦ર ફોન અંગૂઠા જેટલા નાના કદના કેચાઓડા કંપનીના હોવાનું જણાવાયું છે. ૮૮ સેમસંગ ડ્યુઓસ ફોન પણ મળ્યા હતા. આ ઉપરાંત ઈયર ફોન, મેમરીકાર્ડ, પેનડ્રાઈવ અને જેલની અંદર બનાવેલા ૧૯ દેશી ચાર્જર મળ્યાની વિગતો છે. આ આંકડા જેલમાં પ્રતિબંધિત ઉપકરણો પહોંચાડવાના પડકારની ગંભીરતા દર્શાવે છે.
ADVERTISEMENT
સાબરમતી જેલમાં 5-જી જામર લગાવાયાં હોવા છતાં કેદીઓ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે છે તે તપાસનો વિષય છે. જામર કાર્યરત છે કે નહીં, ફોન ક્યાંથી આવ્યા, સિમકાર્ડ કોના નામે છે અને કેદીઓ કોની સાથે સંપર્કમાં હતા તેની તપાસ જરૂરી છે. જેલમાં ભૂતકાળમાં ગોવા રબારી દ્વારા ચેતન બેટરીની હત્યા, આતંકવાદીઓ દ્વારા સુરંગ ખોદીને ભાગવાનો પ્રયાસ, ધવલનું દીવાલ કૂદીને ભાગવું અને અતીક અહેમદનું જેલમાંથી ગેંગ ચલાવવાનું પ્રકરણ પણ વિવાદોમાં રહ્યાં છે. સુરક્ષા સાધનો લગાવવાથી જ જવાબદારી પૂરી થતી નથી, નિયમિત તપાસ, કર્મચારીઓની જવાબદારી અને પારદર્શક કાર્યવાહીથી જ જેલમાં મોબાઈલના પ્રવેશ પર અંકુશ આવી શકે છે.
જેલની ચાર દીવાલો પાછળ મોબાઈલનો ખેલ માત્ર ફોન પૂરતો સીમિત નથી, પરંતુ તેની કિંમત પણ લાખો રૂપિયા સુધી પહોંચતી હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અલગ અલગ જેલમાં કેદીઓ સુધી મોબાઈલ પહોંચાડવા માટે ૧૦ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો ભાવ ચાલતો હોવાનો દાવો છે. મોબાઈલના પ્રકાર, સુવિધા અને તેને જેલની અંદર પહોંચાડવાની ગોઠવણ પ્રમાણે ભાવમાં ફેરફાર થતો હોવાનું કહેવાય છે. જો આ દાવાઓની તપાસ થાય તો જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડતા નેટવર્કની હકીકત બહાર આવી શકે છે, જોકે આ ભાવ અંગે સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.