ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2017 પહેલાંનાં વાહનોના ટ્રાન્સફરમાં મુશ્કેલી, વ્હીલબેઝની વિગતો ફરજિયાત થતાં ખરીદદારો પર વધારાનો ખર્ચ!

ગુજરાત / 2017 પહેલાંનાં વાહનોના ટ્રાન્સફરમાં મુશ્કેલી, વ્હીલબેઝની વિગતો ફરજિયાત થતાં ખરીદદારો પર વધારાનો ખર્ચ!

Published By: Nidhi Panchal

Last Updated: 12:37 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં RTOના સોફ્ટવેરની ટેકનિકલ ખામીને કારણે 2017 પહેલાં નોંધાયેલાં જૂનાં વાહનોની માલિકી ટ્રાન્સફર કરાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ઓનલાઈન પ્રક્રિયામાં વ્હીલબેઝની વિગતો ફરજિયાત બનતાં વાહનમાલિકોને RTOના ધક્કા ખાવા સાથે વધારાનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

RTOના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીના કારણે નવરાત્રી અને દશેરા દરમિયાન જૂનાં વાહનો ખરીદનારા અમદાવાદીઓની ખુશી પર પાણી ફરી વળ્યું છે. વર્ષ ૨૦૧૭ પહેલાં નોંધાયેલાં કાર અને બાઈકની માલિકી હસ્તાંતરણની ઓનલાઈન પ્રક્રિયામાં હવે વ્હીલબેઝની વિગતો ફરજિયાત કરવામાં આવી છે. આ અચાનક ઊભી થયેલી શરતને કારણે ખરીદદારોને બિનજરૂરી ધક્કા ખાવા પડી રહ્યા છે અને વધારાનો ખર્ચ પણ ભોગવવો પડી રહ્યો છે.

RTO

બજેટમાં ખરીદેલાં વાહનોના સોદા હવે ખર્ચાળ બની રહ્યા છે. પ્રગતિનગરના રહેવાસી પ્રદીપ વોરાને પોતે તાજેતરમાં ખરીદેલા ટુ વ્હીલરની માલિકી ટ્રાન્સફર કરાવવા માટે જ વધારાના રૂ. ૧,૦૦૦ ખર્ચવા પડ્યા હતા. તેમણે જણાવ્યું કે મેં થોડા દિવસ પહેલાં જ મારા મિત્રનું ૨૦૧૬નંુ જૂનું બાઈક ખરીદ્યું હતું. જ્યારે મેં બાઈક મારા નામે કરાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે મને વ્હીલબેઝની વિગતો આપવાનું કહેવામાં આવ્યું. આરટીઓના ઑનલાઈન ટ્રાન્સફર ફોર્મમાં આ વિગતો ભર્યા વિના પ્રક્રિયા આગળ વધી શકતી નથી. આરટીઓ કચેરીના વારંવાર ધક્કા ખાધા બાદ આખરે મારે માલિકી હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં વધારાના રૂ. ૧,૦૦૦ ખર્ચવા પડ્યા.

વાહનમાલિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા

તેમણે વધુમાં જણાવ્યું કે મારા જેવા અનેક વાહનમાલિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મેં અનેક વખત પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે જૂની કાર અને બાઈકની માલિકી હસ્તાંતરણ પ્રક્રિયામાં વ્હીલબેઝની વિગતો માગવી એ સોફ્ટવેરની ટેકનિકલ ખામી છે. તેના કારણે અનેક નાગરિકોને હેરાનગતિ થઈ રહી છે.

જૂના દસ્તાવેજોમાં વિગતોનો અભાવ

વ્હીલબેઝ એટલે વાહનનાં આગળનાં અને પાછળનાં પૈડાંનાં કેન્દ્રો વચ્ચેનું અંતર. સોફ્ટવેરમાં આ માપને ફરજિયાત વિગતો તરીકે સામેલ કરવામાં આવ્યું છે, જેના કારણે પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ છે. જૂનાં વાહનોની નોંધણી પુસ્તિકાઓમાં આ માહિતી ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. પરિણામે, આ વિગતો વિના ઓનલાઈન ટ્રાન્સફર ફોર્મની પ્રક્રિયા અધૂરી રહે છે અને કાયદેસર રીતે ખરીદેલું વાહન પોતાના નામે કરાવવામાં ખરીદદારોને મુશ્કેલી પડે છે.

આ પણ વાંચો : રિચી રિચ કાફેના ઓનરનો તનીશ પટેલ પર હુમલો, VTV સાથે વાત કરતાં પીડિતની અપીલઃ “આરોપીને તાત્કાલિક પકડવામાં આવે!”

તાત્કાલિક ઉકેલ લાવવાની માગ

માલિકી હસ્તાંતરણની પ્રક્રિયામાં અટવાયેલા વાહનમાલિકો સત્તાવાળાઓને સોફ્ટવેરની ખામી તાત્કાલિક દૂર કરવા અથવા વૈકલ્પિક પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી રહ્યા છે, જેથી તેમને બિનજરૂરી આર્થિક બોજ અને હેરાનગતિમાંથી મુક્તિ મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vehicle Ownership Transfer RTO Software Issue Ahmedabad RTO

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ