ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માર્કો રુબિયો અને જયશંકર વચ્ચે ચર્ચા, જામનગર રિફાઈનરીની મુલાકાતે આવશે અમેરિકી વિદેશ મંત્રી!

ગુજરાત / માર્કો રુબિયો અને જયશંકર વચ્ચે ચર્ચા, જામનગર રિફાઈનરીની મુલાકાતે આવશે અમેરિકી વિદેશ મંત્રી!

Published By: Nidhi Panchal

Last Updated: 08:26 AM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા મુંબઈમાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી અને ઊર્જા સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ADVERTISEMENT

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની ગુજરાત મુલાકાતને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ઊર્જા સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે સૌની નજર ગુજરાતના જામનગર પર છે. આખરે અમેરિકાના વિદેશ મંત્રી વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાત શા માટે લઈ રહ્યા છે? આ મુલાકાત પાછળ માત્ર વેપાર છે કે પછી વૈશ્વિક ઊર્જા બજાર સાથે જોડાયેલી કોઈ મોટી યોજના? આવા અનેક સવાલો વચ્ચે માર્કો રુબિયો આજે 21 ઓક્ટોબરના રોજ ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરીની મુલાકાત લેશે. આ મુલાકાતનું મુખ્ય કેન્દ્ર ડીઝલનો વ્યવસાય અને રિફાઇનિંગ ક્ષમતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

videsh

માર્કો રુબિયો મંગળવારે મુંબઈમાં રહ્યા બાદ બુધવારે ગુજરાતના જામનગર પહોંચવાના છે. તેમની આ મુલાકાતને રાજદ્વારી કરતાં વ્યાપારી દૃષ્ટિએ વધુ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશાળ રિફાઇનિંગ ક્ષમતા આ મુલાકાતનું મુખ્ય કારણ છે. આ મુલાકાત દરમિયાન તેઓ જામનગર રિફાઇનરીની કામગીરી અને ઊર્જા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. આ જ કારણથી રુબિયો આ પ્રવાસ દરમિયાન દિલ્હી જવાને બદલે મુંબઈથી સીધા જામનગરની મુલાકાત લેવાના છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ સંકુલોમાંની એક

ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ સંકુલોમાંની એક છે. અહીં દરરોજ આશરે 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. જામનગર રિફાઇનરીની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં વિવિધ પ્રકારના ક્રૂડ ઓઇલને રિફાઇન કરીને ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો તૈયાર કરી શકાય છે. આ વિશાળ ક્ષમતાને કારણે જામનગર રિફાઇનરી વૈશ્વિક ઊર્જા બજારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

ક્રૂડ ઓઇલને લઈને જામનગર રિફાઇનરીનું મહત્ત્વ વધી જાય

ખાસ કરીને વેનેઝુએલાના ક્રૂડ ઓઇલને લઈને જામનગર રિફાઇનરીનું મહત્ત્વ વધી જાય છે. વેનેઝુએલા મુખ્યત્વે ભારે અને અતિ ભારે પ્રકારના ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. આ ક્રૂડ ઓઇલ સામાન્ય ક્રૂડ કરતાં વધુ જાડું હોય છે અને તેમાં સલ્ફરનું પ્રમાણ પણ વધારે હોય છે. આ કારણે તેને રિફાઇન કરવું સામાન્ય ક્રૂડ ઓઇલ કરતાં વધુ મુશ્કેલ હોય છે. જોકે, ભારતમાં ખાસ કરીને ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઇનરીમાં આવા ભારે ક્રૂડ ઓઇલને પણ પ્રોસેસ કરવાની ક્ષમતા છે.

મુલાકાત અંગે માર્કો રુબિયોએ પણ મહત્ત્વનું નિવેદન આપ્યું

જામનગર રિફાઇનરીની મુલાકાત અંગે માર્કો રુબિયોએ પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઊર્જાને ઉપયોગી બનાવવા માટે તેને રિફાઇન કરવી જરૂરી છે. ભારતમાં એક એવી કંપની છે જેની પાસે વિશાળ રિફાઇનિંગ ક્ષમતા છે. વિવિધ દેશો આ વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી આવી કંપની સાથે વાતચીત કરવી જરૂરી છે. રુબિયોએ વધુમાં કહ્યું હતું કે તેઓ એવી કંપનીની મુલાકાત લેવા જઈ રહ્યા છે જેની પાસે જબરદસ્ત રિફાઇનિંગ ક્ષમતા છે અને તેની સાથે આ મુદ્દે ચર્ચા કરવી યોગ્ય રહેશે.

ભારતની રિફાઇનિંગ ક્ષમતા અનેક કારણોસર મહત્ત્વની

અમેરિકા માટે ભારતની રિફાઇનિંગ ક્ષમતા અનેક કારણોસર મહત્ત્વની છે. વિશ્વના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષો અને ક્રૂડ ઓઇલના પુરવઠામાં સર્જાતા વિક્ષેપોને કારણે ડીઝલ સહિતના પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા મહત્ત્વનો મુદ્દો બની છે. આવી સ્થિતિમાં ગુજરાતના જામનગર જેવી મોટી રિફાઇનરીઓ વિવિધ પ્રકારના ક્રૂડ ઓઇલમાંથી મોટા પ્રમાણમાં તૈયાર ઇંધણનું ઉત્પાદન કરી શકે છે. આ જ કારણથી વૈશ્વિક ઊર્જા બજારમાં જામનગર રિફાઇનરીની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવે છે.

આ પણ વાંચો : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા

માર્કો રુબિયોની જામનગર મુલાકાતને ભારત અને અમેરિકા વચ્ચેના ઊર્જા સંબંધોના સંદર્ભમાં પણ જોવામાં આવી રહી છે. મુંબઈમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી અને ઊર્જા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ હવે રુબિયો ગુજરાતના જામનગરમાં રિલાયન્સની રિફાઇનરીની મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન રિફાઇનિંગ ક્ષમતા અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવસાયને લઈને ચર્ચા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India US Relations Marco Rubio S Jaishankar

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ