ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / છોટાઉદેપુરમાં ભવ્ય રામલીલાનું આયોજન, મુસ્લિમ કલાકારે કેવટ-મેઘનાદ બની આપ્યો કોમી એકતાનો સંદેશ!

વડોદરા / છોટાઉદેપુરમાં ભવ્ય રામલીલાનું આયોજન, મુસ્લિમ કલાકારે કેવટ-મેઘનાદ બની આપ્યો કોમી એકતાનો સંદેશ!

Published By: Vishal Khamar

Last Updated: 12:59 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના મુસ્લિમ કલાકાર આબિદ શેખ 14 વર્ષથી રામલીલામાં લક્ષ્મણની ભૂમિકા ભજવે છે. છોટાઉદેપુરની ભવ્ય રામલીલામાં કેવટ અને મેઘનાદ બની માનવતા અને કોમી એકતાનો સંદેશ આપ્યો.

ADVERTISEMENT

વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય મુસ્લિમ કલાકાર આબિદ શેખ છેલ્લાં ૧૪ વર્ષથી શહેરની વાર્ષિક રામલીલામાં લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. આ વર્ષે દશેરાના દિવસે તેમણે બે અલગ-અલગ પાત્રો — ભગવાન રામને નદી પાર કરાવનાર કેવટ અને રાવણપુત્ર મેઘનાદની ભૂમિકા ભજવી હતી. છોટાઉદેપુરમાં પહેલી વાર ભવ્ય સ્તરે રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં તેમણે ભાગ લીધો હતો.

૨૦૦૭થી રામલીલાના કાર્યક્રમો સાથે જોડાયેલા આબિદ શેખ માટે આ માત્ર અભિનયની તક નથી, પરંતુ રામાયણનાં મૂલ્યો સાથે જોડાયેલા રહેવાની અને સામાજિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાની તક પણ છે. આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમયથી બંધ પડી ગયેલા દશેરા મેળાને ફરી શરૂ કરવા અને નવી પેઢીને રામાયણથી પરિચિત કરાવવાના પ્રયાસના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે.

આબિદ શેખે જણાવ્યું કે સમગ્ર વિશ્વનો સર્જનહાર એક જ છે. સૌથી મહત્ત્વની બાબત માનવતા છે, ધર્મનું સ્થાન ત્યાર બાદ આવે છે. ભગવાન રામ અને લક્ષ્મણ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ પાત્રો દ્વારા વ્યક્ત થતાં મૂલ્યો, ખાસ કરીને પિતાના વચનનું સન્માન કરવા અને વનવાસ સ્વીકારવાની ભગવાન રામની તૈયારી, તેમને ખૂબ પ્રભાવિત કરે છે. પરિવારના સહકારને કારણે તેઓ કોઈ વિરોધ વિના પોતાની આ અભિરુચિને આગળ વધારી શક્યા છે.

શેખ માને છે કે સાંસ્કૃતિક આદાનપ્રદાન ધાર્મિક ભેદભાવ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમનું કહેવું છે કે વ્યક્તિનું વર્તન તેના ધર્મ કરતાં વધુ મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે તમે સારું કામ કરો તો તે તમારા ધર્મની છબી ઉજ્જવળ બનાવે છે. ખોટું કામ કરો તો તેની ખરાબ અસર પડે છે. પરંતુ જો તમે સારા માણસ હો, તો તમારા ધર્મને ધ્યાનમાં લીધા વિના તમે સારા જ રહેશો. દરેક માટે માનવતા પ્રથમ આવવી જોઈએ. આ જ મારો જીવનમંત્ર છે.

૭૦થી વધુ કલાકારોએ રામાયણને જીવંત કર્યું

શ્રી રામ સેવા સંઘ દ્વારા આયોજિત આ ત્રણ કલાકનો કાર્યક્રમ વિજયાદશમીના દિવસે એસ.એન. કોલેજના મેદાનમાં યોજાયો હતો. સિનેમા અને ટેલિવિઝન ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારો સહિત ૭૦થી વધુ કલાકારો રામાયણનાં વિવિધ પ્રસંગોને મંચ પર જીવંત કર્યા હતા. કાર્યક્રમના અંતે રાવણના ૩૫ ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 2017 પહેલાંનાં વાહનોના ટ્રાન્સફરમાં મુશ્કેલી, વ્હીલબેઝની વિગતો ફરજિયાત થતાં ખરીદદારો પર વધારાનો ખર્ચ!

દશેરાના મેળાને ફરી જીવંત કરવાનો પ્રયાસ

છોટાઉદેપુરનાં કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલી આ પહેલ બંધ પડી ગયેલા દશેરાના મેળાને ફરી શરૂ કરવાના પ્રયાસનો એક ભાગ છે. ગાર્ગી જૈને જણાવ્યું કે ગેર મેળાની જેમ દશેરાનો મેળો પણ છોટાઉદેપુરમાં દર વર્ષે યોજાતો હતો, પરંતુ તે બંધ થઈ ગયો હતો. રામલીલા અને રાવણદહન દ્વારા દશેરા મેળો ફરી શરૂ કરી છોટાઉદેપુરના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનો અમારો પ્રયાસ છે. નવી પેઢી રામાયણનાં વિવિધ પાસાંઓ વિશે જાણી શકે તે માટે અમે તેમાં રામલીલાનો ઉમેરો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ramleela Abid Shaikh Vadodara

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ