ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / અમિતાભ, સલમાન, આમિર અને અક્ષય પણ હતા નિશાન પર? ટાઈગર શ્રોફ પર હુમલા પહેલાં કેમ બદલાયો પ્લાન?
Last Updated: 11:47 AM, 21 October 2026
ADVERTISEMENT
મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટના અંગે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. એવું જણાય છે કે ટાઈગર શ્રોફ પહેલાં અન્ય ચાર જાણીતા બોલિવૂડ સ્ટાર્સને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું; આરોપીઓએ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમારના નિવાસસ્થાનોની નજર રાખી હતી, પરંતુ કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે યોજનામાં ફેરફાર કરવો પડ્યો હતો. ત્યારબાદ, ટાઈગર શ્રોફ પર હુમલો કરવામાં આવ્યો જેની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી.
ADVERTISEMENT
તપાસમાં બહાર આવ્યું છે કે લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર અનિલ પંડિતે બોલિવૂડના આ જાણીતા સ્ટાર્સને નિશાન બનાવવા માટે સૂચનાઓ આપી હતી. શૂટરોએ ચારેય કલાકારોના નિવાસસ્થાનો કરી પર નજર રાખી હતી અને તેના વીડિયો અનિલ પંડિતને મોકલ્યા હતા. જોકે, કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે આરોપીઓએ તેમની યોજનામાં ફેરફાર કરવો પડ્યો હતો. ગોળીબારની ઘટનાને અંજામ આપતા પહેલા, તેમણે લગભગ સાત દિવસ સુધી નજર રાખી હતી.
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં 4 વધુ ધરપકડ
ADVERTISEMENT
દરમિયાન, ગોળીબારના કેસના સંબંધમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો પૂરા પાડતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત, આ કેસમાં વધુ ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં હરિયાણાના સોનીપતથી કુણાલ (21) અને સુમિત (19) તથા ઉત્તર પ્રદેશના સીતાપુરથી રાધા અને આઝમગઢથી બબીતાનો સમાવેશ થાય છે.
તપાસમાં બહાર આવ્યું છે કે કુણાલે અમૃતસરથી એક પિસ્તોલ અને 20 કારતૂસ મેળવ્યા હતા. ત્યારબાદ, રાધા અને બબીતાના માધ્યમથી આ હથિયારો મુંબઈમાં શૂટર્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ બંને મહિલાઓ 17 ઓક્ટોબરે દિલ્હીથી મુંબઈ આવી હતી અને તેમણે પિસ્તોલ શૂટર્સને સોંપી દીધી હતી. ચારેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
હુમલામાં સામેલ 3 આરોપીઓની આજે કોર્ટમાં પેશી
આ પહેલાં, ઘટનાના 15 કલાકની અંદર જ, સોમવારે પોલીસે કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણ મુખ્ય શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. તેમાં બેગુસરાય (બિહાર)નો રિથિક તથા સોનીપત (હરિયાણા)ના રેહાન અને ફૂલ સિંહનો સમાવેશ થાય છે. ગુનો આચર્યા બાદ, આ ત્રણેય નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. તેમને કોટાથી મુંબઈ લાવવામાં આવ્યા છે અને જી.ટી. હોસ્પિટલમાં તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટાઇગર શ્રોફ પર હુમલા કેસમાં મોટો ખુલાસો! 17 કલાકની મુસાફરી બાદ ત્રણેય આરોપીઓ મુંબઈ પહોંચ્યા
અભિનેતા ટાઈગર શ્રોફના નિવાસસ્થાને થયેલી ગોળીબારની ઘટનાના સંબંધમાં ધરપકડ કરાયેલા ત્રણ વ્યક્તિઓને મુંબઈ પોલીસ આજે કોર્ટ સમક્ષ રજૂ કરશે. આ ત્રણેય આરોપીઓને મુંબઈની કિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલમાં તેઓ મુંબઈ પોલીસના 'એન્ટી-એક્સટોર્શન સેલ'ની કસ્ટડીમાં છે, જ્યાં તેમની આ કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. કોર્ટમાં રજૂ કરતી વખતે, પોલીસ તેમની કસ્ટડી લંબાવવાની માંગ કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT