ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઘાટલોડિયા-સોલા રોડ પર નશામાં ધૂત કારચાલકનો અકસ્માત, રોષે ભરાયેલા લોકોએ નબીરાને પકડી પોલીસને સોંપ્યો!
Last Updated: 02:54 PM, 21 October 2026
ADVERTISEMENT
અમદાવાદના સોલા-નારણપુરા રોડ પર દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવતા એક યુવકને સ્થાનિકોએ રોકીને પોલીસને હવાલે કર્યો હતો. યુવક એટલી હદે નશામાં હતો કે તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નહોતો. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કારની તપાસ કરતાં વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. આ મામલે પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
જૈન પાર્શ્વનાથ મંદિર પાસે આડેધડ કાર ચલાવતો હતો
મળતી માહિતી મુજબ, 21 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યાના સમયે સોલા-નારણપુરા રોડ પર જૈન પાર્શ્વનાથ મંદિર પાસે એક યુવક આડેધડ રીતે કાર ચલાવી રહ્યો હતો. યુવકની કાર ચલાવવાની રીત જોઈને સ્થાનિકોને તે દારૂના નશામાં હોવાની શંકા ગઈ હતી. જેથી લોકોએ કારને અટકાવી યુવકને બહાર કાઢ્યો હતો.
ADVERTISEMENT
યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું
ADVERTISEMENT
કારમાંથી બહાર આવ્યા બાદ યુવકની હાલત અત્યંત નશામાં હોય તેવી જણાઈ હતી. તે બરાબર ઊભો પણ રહી શકતો નહોતો. આથી સ્થાનિકોએ તેને પકડીને રસ્તા પર બેસાડી દીધો હતો. યુવક પાસેથી દારૂનું એક ક્વાર્ટર પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસને કારમાંથી વિદેશી દારૂની બે બોટલ મળી
ADVERTISEMENT
સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતાં ઘાટલોડિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારની તપાસ હાથ ધરતાં તેમાંથી વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવકનું નામ યતીન પટેલ હોવાનું અને તે મેમનગરના ગુરુકુળ રોડ પર આવેલા સનસેટ રો હાઉસમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં પીવાના પાણીની મુશ્કેલી વધવાની ભીતિ, આજી-ન્યારી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જળજથ્થો!
ADVERTISEMENT
દારૂ પીવા અને રાખવા બદલ કાર્યવાહી
દારૂના નશામાં કાર ચલાવવા અને દારૂ રાખવાના મામલે ઘાટલોડિયા પોલીસે યતીન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જાહેર માર્ગ પર નશાની હાલતમાં બેફામ કાર ચલાવવાની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.